બાંધકામનો કાટમાળ જાહેરમાં ફેંકનારને રૂ. ૧ લાખ સુધીનો દંડ કરાશે

0
69

રાજકોટ,તા.૭
રાજકોટને દેશવ્યાપી સ્વચ્છતા રેન્કિંગમાં પછડાટ બાદ હવે જાગ્યા ત્યારથી સવાર એ કહેવત મુજબ આગામી સર્વેક્ષણમાં ગયેલી આબરૂ પાછી મેળવવા સફાળી જાગી છે. પ્લાસ્ટિક બાદ હવે શહેરને ધુળિયામુક્ત બનાવવા માટે જ્યા ત્યાં ફેંકાતા બાંધકામ વેસ્ટ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. બાંધકામ સાઇટનો વેસ્ટ કે કાટમાળ જાહેરમાં ફેંકસે તો રૂ.૭૫૦૦થી માંડી રૂ.૧ લાખ સુધીનો દંડ ફટકારાશે. તેનુ સતાવાર જાહેરનામુ પણ બહાર પાડી દેવામા આવ્યું છે. રાજકોટમાં જુનુ બાંધકામ તોડીને નવુ બનાવવા નીકળતો કાટમાળ ઉપરાંત નવી બાંધકામ સાઇટનું વેસ્ટ મીટીરીયલ્સ જ્યા જગ્યા મળે ત્યાં આડેધડ ફેંકી દેવામા આવે છે. ખુલ્લામાં એકઠા થતા આવા બાંધકામ વેસ્ટમાં વરસાદી પાણી ભરાવવાથી મચ્છરોનો ઉપદ્રવ તેમજ ચોમાસા સિવાયના દિવસોમાં પણ બાંધકામ મટીરીયલ્સની ઉડતી રજથી શહેર ધુળિયુ બની જાય છે.
આ સ્થળે વેસ્ટ ફેંકવાની છૂટ છે જેવા કે, કોઠારિયા પોલીસ ચોકીની બાજુમાં આવેલી પથ્થરની ખાણ પાસે. રૈયા વિસ્તારમાં આવેલી ખાણમાંથી કોઇપણ સ્થળે નિકાલ કરી શકાશે.
પ્રથમ વખત છકડો, ટ્રેકટરદીઠ રૂ.૭૫૦૦ તથા ડમ્પરદીઠ રૂ.૧૫૦૦૦ અને જા બીજીવખત એ જ વાહન પકડાશે તો છકડો, ટ્રેકટરદીઠ રૂ.૧૫૦૦૦ અને ડમ્પરદીઠ રૂ.૩૦ હજાર તથા ત્રીજી વખત છકડો, ટ્રેકટરદીઠ રૂ.૫૦ હજાર અને ડમ્પરદીઠ રૂ.૧ લાખનો દંડ ફટકારવામા આવશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY