મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ ઃ સમાજ કલ્યાણ વિભાગના ૫ મદદનીશ નિયામક સસ્પેન્ડ

0
10

મુઝફ્ફરપુર,તા.૫
મુઝફ્ફરપુર શેલ્ટર હોમમાં બાળકિયો સાથે હેવાનિયતના મામલે જંતર-મંતર પર આરજેડીના વિરોધમાં જાવા મળેલી વિપક્ષી એકતાનું દબાણ નીતિશ સરકાર પર બનતો જાવા મળી રહ્યો છે. સતત વિપક્ષી હમલાથી ઘેરાયેલી નીતિશ સરકારે હવે બેદરકારી વર્તનારા અધિકારીઓના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સમાજ કલ્યાણ વિભાગના સહાયક નિર્દેશક દેવેશ કુમારને સસ્પેન્ડ કરી દાવામાં આવ્યા છે. ભોજપુર, મુંગેર, અરરિયા, મધુબની અને ભાગલપુર, સામાજિક કલ્યાણ વિભાગના મદદનિસ નિયામકને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. જ્યારે આ મામલે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરના વિરુદ્ધ પણ શકંજા કસવાનું શરૂ કરવામાં આવ્યુ છે.
તમને જણાવી દઈએ કે શેલ્ટર હોમમાં ૩૪ છોકરીઓ સાથે હેવાનિયતના આ મામલે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. તેને લઈ દેશભરમાં ગરમા ગરમીનો માહોલ જાવા મળી રહ્યો છે.
શનિવારે વિપક્ષી પાર્ટિઓએ નવી દિલ્હીમાં જંતર-મંતર પર નીતિશ સરકરના વિરુદ્ધ પ્રદર્શન કર્યુ. આરજેડી તરફથી બોલાવવામાં આવેલ આ ધરણામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ શામેલ થયા હતા. તમામ લોકોએ આરોપીઓ વિરુદ્ધ કર્યવાહીની માંગ કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY