ગાઝામાં ઇઝરાયલ સૈન્ય અને પેલેસ્ટાઇનના આતંકી જૂથ આમને-સામને, બેનાં મોત

0
88

જેરુસલેમ,તા.૧૮
ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ સૈન્યએ કરેલા હુમલામાં બે પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે. છેલ્લાં એક અઠવાડિયાથી ગાઝા બોર્ડરમાં ચાલતા પ્રદર્શનમાં આજે બે લોકોનાં મોત સહિત અનેક લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં કરિમ અબુ ફત્યાર (૩૦) જેને સેન્ટ્રલ ગાઝા સ્ટ્રીપના ભુરૈજી ટાઉનમાં ગોળી મારવામાં આવી હતી અને સાદી મોઅમર (૨૬)ને રાફાહ નજીક ગોળી મારવામાં આવી હતી. આ બંને મૃતકોને માથામાં ગોળી મારવામાં આવી છે. જેરૂસલેમના ઓલ્ડ સિટી, જેને ભવિષ્યમાં પેલેસ્ટાઇનના નાગરિકો સ્ટેટ તરીકેની અલગ ઓળખ ઇચ્છે છે, ત્યાં ઇઝરાયલ પોલીસે હાથમાં ચાકૂ લઇને અટેક કરવા આવી રહેલા આરબને પણ મોતને ઘાટ ઉતાર્યો હતો. છેલ્લાં ચાર મહિનામાં ઇઝરાયલ સૈન્ય અને પેલેસ્ટાઇનના આતંકી જૂથ હમાસ વચ્ચે અથડામણોમાં વધારો થયો છે. આ અઠવાડિયામાં ઇઝરાયલે ગાઝા સ્ટ્રીપ બોર્ડર અને ફિશિંગ માટેના એરિયામાં હુમલાઓ વધારી દીધા છે.
કાઇરોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી ઇઝરાય અને પેલેસ્ટાઇનમાં ઇસ્લામિસ્ટ ગ્રૂપ હમાસ વચ્ચે ચાલતી અથડામણ હવે અંત તરફ છે.
શુક્રવારે પેલેસ્ટાઇન અને હમાસ આતંકીઓએ કરેલા વિરોધ પ્રદર્શનમાં અંદાજિત ૨ હજાર લોકોએ ભાગ લીધો હતો. તેઓ ઇઝરાયલ સૈન્યની ફેન્સિંગ તરફ આગળ વધ્યા હતા અને કેટલાંકે આ ફેન્સિંગ ઉપર ચઢવાના પ્રયત્નો કર્યા હતા. દેખાવકારોએ ઇઝરાયલ બોર્ડર નજીક ટાયર્સ સળગાવીને વિરોધ કર્યો હતો.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY