અટલજી માટે કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ પ્રોફેસરની ધોલાઈ

0
570

પટણા,તા.૧૮
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી માટે ફેસબુક પર કરેલી ટિપ્પણી બિહારના એક પ્રોફેસરને ભારે પડી ગયી હતી.
મોતિહારી નગરમાં આવેલી મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટીના સોશિયલ સાયન્સના પ્રોફેસર સંજય કુમારે અટલ બિહારી વાજપેયી માટે સંઘી અને ફાંસીવાદી શબ્દોનો ઉપયોગ કરીને પોસ્ટ લખી હતી. તેમણે વધુમાં લખ્યુ હતુ કે જા તેમના નિધન પર જા આખો દેશ શોકમાં હોય તો તે દેશમાંથી મારુ નામ દૂર કરવામાં આવે.
એ પછી સંજયકુમારના ઘરે કેટલાક લોકોએ પહોંચીને તેમને ફટકાર્યા હતા. હુમલાખોરોનુ કહેવુ છે કે પોસ્ટમાં સંજય કુમારે અટલજી માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.
સંજયકુમારનુ કહેવુ છે કે આ આક્ષેપો ખોટા છે. હુમલાખોરો યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના માણસો છે. મને અગાઉ પણ આંદોલનમાં સક્રિય રોલ ભજવવા માટે ધમકીઓ મળી છે. ફેસબુકની પોસ્ટ તો બહાનુ છે.
બીજી તરફ પ્રોફેસરના સમર્થનમાં લાલુ પ્રસાદની પાર્ટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને આરોપ લગાવ્યો હતો કે મહાત્મા ગાંધી સેન્ટ્રલ યુનિવર્સિટી ભાજપનુ કાર્યાલય બની ગઈ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY