લખનઉ,તા.૧૮
લૂંટેરી દુલ્હનોની બહુ બધી વાતો સામે આવતી હોય છે પરંતુ ઉત્તરપ્રદેશમાં એક લૂંટેરા દુલ્હાની વાત સાંભળી તમે ચકરાવે ચઢી જશો. આરોપી અલગ-અલગ શહેરોમાં મેટ્રિમોનિયલ સાઇટમાંથી નંબર લઇ છોકરીએ લગ્નની જાળમાં ફસાવી કરોડો રૂપિયા ઠગી ચૂકયો છે. આરોપી દુલ્હો છોકરીઓને કહેતો કે તે એક ન્યૂઝ ચેનલનો ડાયરેકટર છે અને તેનો પગાર દર મહિને ૨૦ લાખ રૂપિયા છે. સાથો સાથ તેની કથિત બહેન પોતાને કેન્સરની દર્દી ગણાવી ભાઇ માટે છોકરીઓને લગ્ન માટે તૈયાર કરતી હતી. આરોપ છે કે એપ્રિલ ૨૦૧૭માં દિલ્હીની એક નર્સ પાસેથી નોઇડામાં ૪૦ લાખ રૂપિયા છેતરીને ભાગી ગયો હતો.
આ અંગે નોઇડા પોલીસે કહ્યું કે આરોપી ગયા વર્ષે નોઇડામાં દિલ્હીની એક નર્સના સંપર્કમાં આવી પોતાને નોઇડાની એક ન્યૂઝ કંપનીનો માલિક ગણાવતા ૧૮ એપ્રિલ ૨૦૧૭ના રોજ લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ તેણે પીડિત યુવતીને પહેલાં તો હનિમૂનના નામ પર ૧૦ દિવસ સુધી કાશ્મરીની વાદીઓમાં ફેરવી. ત્યારબાદ પીડિતાની માતાને રિટાયરમેન્ટમાં મળેલા ૪૦ લાખ લઇ ૧૪મી સપ્ટેમ્બરના રોજ ભાગી ગયો હતો. પીડિતા નર્સે સેકટર-૨૪ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ સિવાય આરોપીએ ભોપાલમાં એક ન્યૂઝ કંપનીની ઓફિસ ખોલી એક એચઆર મેનેજર અને પછી બનારસની મહિલાને જાળમાં ફસાવી લાખોની છેતરપિંડી કરી હતી.
છેતરપિંડીનો શિકાર બનેલી નર્સનો આરોપ હતો કે તરૂણ શર્માની સાથે દહેરાદૂન નિવાસી ગર્લફ્રેન્ડ દુર્ગાશુ ઉર્ફે ગુડિયા બહેન બનીને રહે છે અને છેતરપિંડીમાં સહયોગ કરે છે. અહીંથી ભાગ્યા બાદ આરોપી ભોપાલ જતો રહ્યો હતો. અહીં ન‹સગપર રહેવાસી યુવતી સાથે આ જ રીતે લગ્ન કર્યા. ત્યારબાદ નર્સની તરફથી ફરિયાદ થયાના રિપોર્ટ સંબંધમાં તરૂણ શર્માને માહિતી મળી. તેના લીધે તે ન‹સગપુરની યુવતી સાથે છેતરપિંડી કરી અને પોતાની જ કંપનીમાં એચઆર મેનેજર બનારસની યુવતીને સાથે લઇ ભાગી ગયો. કેસ નોંધાયા બાદ સેકટર-૨૪ પોલીસ આરોપીઓની શોધમાં નીકળ્યું હતું. એસએસપી એ સેકટર-૨૪ પોલીસે આરોપીને સેકટર-૭૧ રેડ લાઇટમાંથી ઝડપી પાડ્યો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






