ઈટાલીથી આવેલ એજન્ટે છત્તીસગઢમાં આદિવાસીઓનું ધર્મપરિવર્તન કરાવ્યું

0
24

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીનો કોંગ્રેસ પર હુમલો
રાયપુર,તા.૧૬
ઉત્તર પ્રદેશના CM યોગી આદીત્યનાથે છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર કરતા સરગુઝા ક્ષેત્રના જસપુર જિલ્લામાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે છત્તીસગઢમાં કોંગ્રસના શાસનકાળમાં ધર્મપરિવર્તનની ગતિવિધિયો ચરમ ઉપર હતી. તેમણે કહ્યું કે ઈટાલીથી આવેલા એજન્ટે છત્તીસગઢમાં આદીવાસીઓનું ધર્મપરિવર્તન કરાવી રહ્યા હતા.
યોગીએ કહ્યું કે વર્ષ ૨૦૦૩ સુધી કોંગ્રેસની સરકાર હતી. યોગી પરોક્ષ રીતે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કરી રહ્યા હતા.
યોગી આદિત્યનાથે આરોપ લગાવ્યો કે છત્તીસગઢ ૨૦૦૦માં રાજ્ય બન્યું શરૂઆતના ત્રણ વર્ષ સુધી કોંગ્રસનું કુશાસન હતું. આ કુશાસનમાં રસ્તા ન હતા. વીજળી ન હતી. શિક્ષા અને સ્વાસ્થ્યની પણ કોઈ વ્યવસ્થા ન હતી.
યોગી આદિત્યનાથના આ નિવેદન પર કોંગ્રેસે આપત્તિ જતાવી છે. અને માફીની માગ કરી છે. કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે છત્તીસગઢમાં મ્ત્નઁ સત્તા જઈ રહી છે, તેથી આવા નિવેદનો આપી રહ્યા છે.
છત્તીસગઢમાં પહેલા તબક્કાની ૧૮ બેઠકોનું મતદાન ૧૨ નવેમ્બરે થયું હતું. બાકીની ૭૨ બેઠકોનું મતદાન ૨૦ નવેમ્બરે થશે. અને પરિણામ ૧૧ ડિસેમ્બરે જાહેર થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY