ન્યુ દિલ્હી,તા.૧૬
છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૧ મહીનાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ આવી રહ્યો છે. શુક્રવારે દિલ્હી સહિત દેશના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જાવા મળ્યો હતો. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ૧૮ પૈસા ઘટતાં પેટ્રોલની કિંમત ૭૭.૧૦ રૂપિયા થઈ હતી. તો ડીઝલની કિંમતમાં ૧૬ પૈસા ઘટતા ડીઝલની કિંમત ૭૧.૯૩ રૂપિયા પ્રતી લીટર થઈ છે.
રાજધાની દિલ્હી સીવાય મુંબઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતથી રાહત મળી રહી છે. શુક્રવારે આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૮ પૈસા પ્રતી લીટર ઘટતા પેટ્રોલની કિંમત ૮૨.૬૨ રૂપિયા થઈ હતી. તો ડીઝલમાં ૧૭ પૈસાનો કાપ આવતા ડીઝલની કિંમત ૭૫.૩૬ રૂપિયા પ્રતી લીટર થઈ છે.
આપને જણાવી દઈએ કે ૧૮ ઓક્ટોબરથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે આ પહેલા કાચા ઈંધણની કિંમત સતત વધી રહી હતી. ૨૫ દિલસમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૩ રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. ઈંધણના ભાવમાં સતત ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડાને જવાબદાર ગણવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



