જયપુર,તા.૧૬
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. સેન્ટ્રલ ઇલેક્શન કમિટિની મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં ૧૫૨ ઉમેદવારના નામ જાહેર કરવા પર એકમત થયો હતો. યાદી પ્રમાણે સચિન પાયલટ ટોંક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. સરદારપુરાથી પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડશે. જ્યારે સીપી જાશી નાથદ્વારાથી ચૂંટણી લડશે. બુધવારે જ બીજેપી છોડીને કોંગ્રેસમાં જાડાયેલા સાંસદ હરીશ મીણાને કોંગ્રેસે એક જ કલાકમાં દેવલી ઉનિયારામાંથી ટિકિટ આપી છે.
કોંગ્રેસની પ્રથમ યાદીમાં બે ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. ઝાડોલના હીરાલાલ દરાંગી અને ટોડાભીમના ઘનશ્યામ મેહરને ટિકિટ નથી આપવામાં આવી. દરાંગીની જગ્યાએ ઝાડોલમાં સુનિલ બજાત જ્યારે ટોડાભીમથી પૃથ્વીરાજ મીણાને ટિકિટ આપવામાં આવી છે. બાકીની ૪૮ બેઠક પર કોંગ્રેસ શુક્રવાર સાંજ સુધી ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે.
આ વખતે ઉમેદવારની યાદી તૈયાર કરવી કોંગ્રેસ માટે મોટો પડકાર હતો. ગુરુવારે સવારથી જ ઉમેદવારોના નામને લઈને સતત બેઠક ચાલી રહી હતી. આખરે મોડી રાત્રે ૧૨ઃ૩૦ વાગ્યે તમામ નામ પર એકમત થયો હતો.
આ પહેલા સચિન પાયલટે કહ્યું હતું કે ટિકિટને લઈને પાર્ટીમાં કોઈ જ મતભેદ નથી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીની વિચારસરણી પ્રમાણે રાજ્યમાં યુવા, મહિલા, ખેડૂત અને સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરતા લોકોને યાદીમાં સ્થાન આપવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



