ન્યુ દિલ્હી,તા.૧૬
ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો માટે જમીન સંપાદન બદલ વળતર તરીકે જમીન માલિકને હવે કંપનીમાં ભાગીદારી આપવી પડશે. નીતિપંચે આ પ્રસ્તાવની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. પંચના નવા પ્રસ્તાવમાં પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશિપની સાથે પી-૪ મોડલ હેઠળ લોકોને પણ ભાગીદારી આપવામાં આવશે.
મામલા સાથે જાડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે નવા પ્રસ્તાવ હેઠળ જમીન મેળવનારી કંપનીમાં જમીન માલિકનો પણ એક હિસ્સો રાખવામાં આવશે. જમીનની કુલ કિંમતના આધારે તેના માલિકને હિસ્સો આપવામાં આવશે જેથી તેનો જમીન પર માલિકી હક્ક ખતમ ન થઈ જાય અને જે પણ ઉદ્યોગ ઉભો થાય તેમાં જમીનમાલિકનો હિસ્સો પણ રહે.
પ્રસ્તાવને મંજૂરી માટે હવે ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે. મંજૂરી બાદ પાયલોટ પ્રોજેક્ટ તરીકે તેની શરૂઆત લક્ષઙ્ગીપમાં આઈલેન્ડ ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



