કાશ્મીરને રાજકીય વિવાદ કહેનાર કાશ્મીરના પ્રધાન દ્રાબુને પાણીચું

0
324

શ્રીનગર,
તા.૧૩/૦૩/૨૦૧૮

કાશ્મીર વિવાદ રાજકીય મુદ્દો ન હોવાનું જણાવતાં કરેલા નિવેદનને પગલે ભડકી ઉઠેલા વિવાદ બાદ જમ્મુ-કાશ્મીરનાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીએ નાણા પ્રધાન હસીબ દ્રાબુને પડતા મૂક્્યા હતા. જમ્મુ-કાશ્મીર રાજકીય નહીં, પરંતુ સામાજિક મુદ્દો હોવાનું જણાવવા બદલ દ્રાબુને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.

પીડીપીએ દ્રાબુના આ નિવેદનથી પોતાને અળગી કરી દીધી હતી અને દ્રાબુને આ નિવેદન પાછું ખેંચવા જણાવ્યું હતું. જાકે તેમણે નિવેદન પાછું ન ખેંચતાં તેમને પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. પીડીપીએ કહ્યું હતું કે કાશ્મીર એક રાજકીય મુદ્દો છે અને તેનો પક્ષના મુખ્ય એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

દ્રાબુનું આ નિવેદન સહન કરી લેવાય તેવું નથી. આ મામલે તેમણે ગવર્નરને પણ એક પત્ર લખીને મોકલી આપ્યો છે. સત્તાધારી પીડીપીનાં અધ્યક્ષા અને મુખ્ય પ્રધાન મહેબુબા મુફ્તીએ કાશ્મીર અંગે દ્રાબુએ કરેલા નિવેદનને ધ્યાન પર લઈને તેમની વિરુદ્ધ આ કાર્યવાહ કરી હતી.

દ્રાબુએ થોડા દિવસ અગાઉ દિલ્હીમાં યોજાયેલા એક સેમિનારમાં કહ્યું હતું કે કાશ્મીર કોઈ વિવાદ નથી, એ કોઈ રાજકીય સમસ્યા પણ નથી, કાશ્મીર એક સામાજિક સમસ્યા છે. પીડીપીની શિસ્ત સમિતિએ આ મામલે દ્રાબુને નોટિસ પાઠવી તેમનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY