ભારત ભર માં લોકો ખાદીના કપડાં લેવા માટે જાગૃત થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ સરકાર દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે.તેનો લાભ શહેરના છેવાડાના ગામોને મળે તે હેતુથી સરકાર દ્વારા અનેક કાર્યક્રમો થતા હોય છે.ગુજરાત રાજ્ય માં ગાંધીની ખાદી ના પોલિવસ્ત્ર નું વેચાણ વધુ થાય અને લોકો ખાદીના કપડા લેવા માટે જાગૃત થાય તેમાટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.
સાયલા ગામ માં આવેલ રાજશોભાગ આશ્રમ ખાતે શહેરની તેમજ ગ્રામ્ય વિસ્તાર ની સરકારી સ્કૂલો ના બાળકોને ખાદી ના પોલિવસ્ત્ર ના ગણવેશ વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા.
જિલ્લા માં સાયલા તેમજ ચોટીલા તાલુકા માં આ યોજના અમલમાં છે ત્યારે ખાદીઉદ્યોગ દ્વારા બાળકો ને ગત વર્ષે ચોટીલા તાલુકા માં 39524 બાળકોને બે જોડી એટલેકે 79058 નંગ ખાદી ના ગણવેશ આપવા માં આવ્યા હતા.અને આયોજન અંતઃગત સાયલા તાલુકાની સરકારી પ્રાથમિક શાળા ના 19158 બાળકોને બે જોડીઓ એટલેકે 38316 નંગ ખાદીના પોલિવસ્ત્ર ના ગણવેશ આપવા આવ્યા છે.
આ કાર્યક્રમ માં ગુજરાત રાજ્ય ના પૂર્વ મંત્રી શ્રી.જ્યંતીભાઈ કવાડિયા ખાદી ગ્રામ બોર્ડ ના ચેરમેન કુશલસિંહ પઠેરિયા. લીંબડી નગરપાલિકા માજી. પ્રમુખ શંકરભાઇ દલવાડી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી, સાયલા તાલુકા ના શિક્ષક મિત્રો અને શાળાના બાળકો તેમજ ગામના નાગરિકો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા શાળાના બાળકો ને આ ગણવેશ નું વિતરણ કરવામાં આવતા બાળકો એકદમ આનંદમય બન્યા હતા.
રીપોટર : દીપકસિંહ વાઘેલા,
લીંબડી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"