ડુપ્લીકેટ એટીએમ કાર્ડ પ્રકરણમાં પુત્રનું નામ આવતાં પિતાએ આપઘાત કર્યો

0
8

જામનગર,તા.૯
ઘરે પુત્રનો જન્મ થાય ત્યારે સ્વાભાવિક છે કે દરેક માં-બાપને ખુશીનો પાર રહેતો નથી. પરંતુ આ જ પુત્ર જા સારો પાકે તો બાપનું નામ રોશન કરે પરંતુ તે જ પુત્ર જા કપૂત પાકે તો પિતા સમાજમાં મોઢું બતાવી શકતા નથી. કંઈક આવી જ ઘટના બની છે જામનગરમાં. જામનગરમાં રહેતા એક પિતાએ કૂપત પુત્રનાં કારણે પોતાની જીવન ટૂંકાવી દીધું છે.
પુત્ર ડુપ્લીકેટ એટીએમ કાર્ડ પ્રકરણમાં સંડોવાયેલો હતો અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેનાં કારણે પોલીસે આરોપી પુત્ર મોહીત પરમારની ધરપકડ કરી હતી. પરંતુ આ કપૂત પુત્રનાં ખોટા ધંધાને કારણે પિતાને લાગી આવતા પિતા જગદીશ પરમારે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કરી દીધું છે.
શહેરનાં નાગરચકલા પાસે રહેતા જગદીશ પરમારે આજે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો છે. તો આ ઘટનાને કારણે સમગ્ર મંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
મહત્વનું છે કે સામાન્ય રીતે દરેક માં-બાપને પોતાનાં દીકરા પાસેથી અનેક આશાઓ હોય છે કે તે મોટો થઇને કંઇક બને એટલે કે કંઇક ઉંચા હોદ્દો પ્રાપ્ત કરે અથવા તો ધંધામાં કે અન્ય કોઇ રસપ્રદ ક્ષેત્રમાં ઉંચું નામ હાંસલ કરે ત્યારે તે માં-બાપની ઓળખ પોતાનાં દીકરાથી થતી હોય છે.
જામનગરની જ એક એવી ઘટના સામે આવી છે કે જેમાં કપૂત પુત્રનું નામ ખોટી રીતે ખોટાં ડુપ્લીકેટ એટીએમ બનાવવામાં સામે આવ્યું છે. જેમાં તે ખોટાં એટીએમ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જેથી તેનાં પિતાને ખૂબ આઘાત લાગતા તેઓએ ટ્રેન નીચે પડતું મૂકીને પોતાનાં મોતને વ્હાલું કરી દીધું છે. જેને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY