
ન્યુ દિલ્હી,તા.૨૦
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું ૧૬ ઓગષ્ટ ૨૦૧૮ના રોજ નિધન થયું છે. ૧૭ ઓગષ્ટે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. વાજપેયીના નિધનથી દેશભરમાં શોકની લહેર ફેલાઈ ગઈ. પરંતુ તેમના એક જુના રાજકીય સાથીદાર અને નજીકના વ્યક્તિને વાજપેયીના નિધનની ખબર જ નથી.
આ વ્યક્તિ છે અટલ બિહારીની સરકારમાં વિદેશમંત્રી રહી ચુકેલા જસવંત સિંહ. ખુદ જસવંત સિંહના પુત્ર અને રાજસ્થાનના બારમેર જીલ્લાના શિવથી ભાજપના ધારાસભ્ય માનવેંન્દ્ર સિંહે આ વાત જાહેર કરી છે.
યસવંત સિંહ ઘણા જ સમયથી બિમાર છે. થોડા સમય પહેલા બ્રેઈન હેમરેજના કારણે તેઓ કોમામાં સરી પડ્યાં હતાં. ત્યારથી તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ છે. માનવેંદ્ર સિંહે એક ટીવી ચેનલના બ્લોગમાં જણાવ્યું હતું કે, જો તેમને અટલ બિહારી વાજપેયીના નિધનની વાત કહેવામાં આવશે તો તેઓ આ વાત સહન કરવાની સ્થિતિમાં નથી. આ વાત તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી શકે છે.
માનવેન્દ્ર સિંહે વધુમા ઉંમેર્યું છે કે, વાજપેયીજી અને મારા પિતાની મિત્રતા ૪૦ વર્ષો કરતા પણ જુની છે. મારા પિતાને અટલજીના હનુમાન પણ કહેવામાં આવતા હતા. જિન્હા પર પુસ્તક લખ્યા બાદ ઉભા થયેલા વિવાદના કારણે મારા પિતાને ભાજપમાંથી બહાર પણ કરવામાં આવ્યા હતાં. આ સમયમાં એકમાત્ર અટલજી હતા જેમણે મારા પિતાને સધિયારો બંધાવ્યો હતો. પોતે બિમાર હોવા છતાંયે વાજપેયીજીએ તેમની પીડા અને હાંકી કાઢવા પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે મારા પિતાને કેટલીક એવી વાતો પણ કહી હતી જેને હું જાહેર ના કરી શકું. એક પોતાના સ્વાસ્થ્યના કારણે પરેશાન હતો તો બીજા પુસ્તક વાંચ્યા વગર જ લગાવવામાં આવેલા અતાર્કિક આરોપોથી. તે સમયે બંનેએ એકબીજાનું દર્દ વહેંચ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



