ધૂળેટીએ મહિલાઓની સુરક્ષાને લઇ રીવાબાએ એસપીને લેખિત રજૂઆત કરી

0
333

જામનગર,તા.૧૮
હોળી-ધૂળેટીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રંગોના તહેવારમાં મહિલાઓની પજવણીની ફરિયાદો પણ ઉઠતી હોય છે. જેને ધ્યાને લઇ જામનગરમાં ગુજરાત કરણી સેના મહિલા અધ્યક્ષ રીવાબા જાડેજાએ મહિલાઓ સાથે એસપી ઓફિસ પહોંચ્યા હતા. રીવાબાએ એસપીને મહિલાઓની સુરક્ષા લઇને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ધૂળેટીના તહેવારમાં જાહેરમાં રંગ ઉડાડી મહિલાઓનો માનભંગ થાય તેવી પીતે ઉજવણી થતી હોય છે. આથી જાહેરમાં રંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકો તેવી અમારી વિનંતી છે. કાયદો-વ્યવસ્થાની મર્યાદામાં રહી સૌ ઉજવણી કરી શકે.
રીવાબાની રજૂઆત સાંભળી એસપીએ પણ જણાવ્યું હતું કે, આવારા તત્વો પર પગલા ભરવામાં આવશે. તેમજ આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે. જેમાં મહિલાઓ સાથે છેડતી કરનારા શખ્સો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY