પણજી,તા.૧૮
ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરના નિધન બાદ રાજ્યમાં રાજકીય સંકટ પણ ઉભું થયું છે. હવે રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ તેને લઈને પેચ બરાબરનો ફસાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી નવું નામ સામે આવ્યું છે. ગોવા વિધાનસભાનાસ્પિકર અને રાજ્યના મોટા ગજાના નેતા પ્રમોદ સાવંત નામ ગોવાના નવા મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ ચાલી રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટીએ તરફથી મુખ્યમંત્રી પદ માટે પ્રમોદ સાવંદ અને વિશ્વજીત રાણેના નામ સૂચવવામાં આવ્યા હતા. પ્રમોદ સાવંત ગોવા વિધાનસભાના અધ્યક્ષ તો વિશ્વજીત રાણે મનોહર પારિકર કેબિનેટમાં સ્વાસ્થ્ય મંત્રી છે. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. ભાજપ પ્રમોદ સાવંતને મુખ્યમંત્રી પદે બેસાડી શકે છે. કારણ કે ગોવાના રાજકારણમાં તેઓ સારી એવી પકડ ધરાવે છે. આ જ કારણે તેમના નામ પર અંતિમ મહોર મારવામાં આવી હતી.
જાકે બીજી બાજુ કોંગ્રેસ મનોહર પારિકરના નિધન બાદ સરકાર બનાવવાનો દાવો કરી ચુકી છે. કોંગ્રેસના પ્રતિનિધિમંડળે રાજ્યપાલ મૃદુલા સિંહા સાથે મુલાકાત કરીને વિધાનસભ્યોના નામ સોંપ્યા હતા. શનિવારે મનોહર પારિકરની તબીયત વધારે ખરાબ હોવાને કારણે કોંગ્રેસે રાજ્યપાલ સામે સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. જોકે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે રાજ્યપાલે તેના પત્રનો કોઈ જવાબ ન આપ્યો અને તેમના મળવા માટેનો સમય પણ ન આપ્યો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



