રાઘવજી પટેલ ધ્રોલ માર્કેટિંગ યાર્ડનો ચૂંટણી જંગ જીત્યા,ભગવો લહેરાયો

0
22

જામનગર,તા.૨૮
ધ્રોલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ૯૮ ટકા મતદાન થયા બાદ થયેલી મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે. વિધાનસભાની ચૂંટણી હારી ગયા બાદ રાઘવજી પટેલ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલ આ ચૂંટણીએ તેઓની રાજકીય કારર્કિદીમાં વધુ એક છોગુ ઉમેર્યું છે. આજે થયેલી મતગણતરીમાં યાર્ડની તમામ બેઠકો પર ભાજપ પ્રેરીત ઉમેદવારો વિજેતા બન્યા છે.
ધ્રોલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ખેડૂત વિભાગની આઠ બેઠક માટે ૯૯ ટકા, વેપારી વિભાગની ૪ બેઠકો માટે પણ ૯૯ ટકા મતદાન થયું હતું. જ્યારે અગાઉથી જ સહકારી ખરીદ વેચાણ વિભાગની બે બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. આ બન્ને બેઠકો ભાજપ પ્રેરીત ઉમેદવારો સામે કોઇએ દાવેદારી કરી ન હતી. દરમિયાન આજે મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં ત્રણેય વિભાગમાં ભાજપ પ્રેરીત ઉમેદવારો વિજેતા બન્યા હતાં. આ ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાં જાડેજા દિલીપસિંહને ૧૭૯, ભાલોડીયા દેવકરણને ૧૭૯, ગઢીયા ડાયાલાલને ૧૭૬, જાડેજા મહાવીરસિંહને ૧૭૫, રત્ના મગનભાઇને ૧૭૫, લગધીરસિંહ જાડેજા અને ગણેશ રામાણીને ૧૭૩ મત, દિનેશ સોરઠીયાને ૧૭૨ મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. જ્યારે વેપારી વિભાગના કુંવરજી અઘેરાને ૧૧૯, જયસુખ ધમસાણીયાને ૧૧૬, પરસોતમભાઇ પીપરીયાને ૧૦૭ અને રમણીક ભંડેરીને ૧૦૫ મત મળતા તેઓ વિજેતા બન્યા હતાં. આ ચૂંટણીની સૌથી અગત્યની બાબત એ હતી કે વિધાનસભાની ચૂંટણી હારી ગયા બાદ રાઘવજી પટેલ માટે અસ્તિત્વની લડાઇ બની ગઇ હતી. પરંતુ આ યાર્ડમાં રાઘવજી પટેલે પોતાની સંપુર્ણ તાકાત લગાવી દઇ ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા અપાવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY