મરેલા બે કુતરાઓને ચીફ ઓફિસરની ચેમ્બર સામે નાંખ્યા
જસદણ,તા.૭
જસદણ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરી તમામ સફાઈ કામદારોની કાયમી ભરતી કરો અને બઢતીનાં નિયમો મુજબ સીધી ભરતી કરો તેવી માંગ સાથે છેલ્લા દસ દિવસથી પાલિકાના પટાંગણમાં પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. આ પ્રતિક ઉપવાસ આંદોલનના ગુરૂવારે દસમાં દિવસે પણ તમામ સફાઈ કામદારો ગયા વખતની જેમ આ વખતે નિરાકરણ સિવાય નમતું જાખવાના મુડમાં ન હોય તેમ શહેરના જૂના બસસ્ટેન્ડ નજીક ભાજપ સરકાર હાય હાયના નારા લગાવી ટાયરો સળગાવી રસ્તા રોકો આંદોલન કરતા અડધો કલાક સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જાવા મળ્યા હતા. બાદમાં તમામ સફાઈ કામદારોએ નગરપાલિકા કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી ચીફ ઓફિસરની ચેમ્બર સામે ચીફ ઓફિસર હાય હાયના નારા લગાવતા સફાઈ કામદારોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. તેમજ ચીફ ઓફિસર પર બંગડીઓ ફેંકી હતી.
ચીફ ઓફિસર સામે રોષ ઠાલવવા માટે મરેલા બે કુતરાઓને તેમની ચેમ્બર સામે નાંખી ઉગ્ર વિરોધ કરતા વાતાવરણ ભારે દુર્ગંધયુક્ત બની ગયું હતું. આ તકે ઉપસ્થિત પોલીસ જવાનો પણ મોઢે રૂમાલ બાંધી પોતાની ફરજ બજાવતા જાવા મળ્યા હતા.
વાલ્મિકી સેના ગુજરાતના પ્રમુખ જીતુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, ભરતી બાબતે વાલ્મીકી સમાજના એકપણ વ્યક્તિને મારી ચેમ્બરમાં આવવા નહી દઉં સહિતની ખુલ્લી ધમકીઓ આપવામાં આવી હતી. જેના લીધે આજથી આંદોલન ઉગ્ર બન્યું છે અને હજુ પણ દિવસે-દિવસે અમારું આંદોલન વધુ ઉગ્ર બનતું જશે. અમારા હક્ક અધિકાર માટે અમે બધું કરવા માટે તૈયાર છીએ.
ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, નિર્ણય લેવા માટે પ્રમુખ અને સદસ્યોની મીટીંગ બોલાવી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




