બોલો…નિયમ તોડ્યો મહિલાએ અને મેમો આધેડને મળ્યો

0
18

મોરબી,તા.૭
રાજકોટની એક મહિલા એક્ટિવા લઈને જતી હતી તે દરમિયાન તેને ક્રિસ્ટલ મોલ નજીક ટ્રાફિક નિયમ તોડ્યો હતો જે આ વિસ્તારનાં સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. બાદમાં ટ્રાફિક વિભાગે મેમો મોકલવાની તજવીજ હાથ ધરી હતી. જા કે કામગીરીમાં છબરડો કર્યો હતો અને રાજકોટ ટ્રાફિક વિભાગે આ મેમો મહિલાને બદલે માળિયામિંયાણાના એક મજૂર અભણનાં ઘરે આવ્યો હતો. પોલીસ તરફથી આવેલા ચલણ જાઈ મજૂર પણ મૂંઝવણ મુકાઈ ગયો છે.
માળિયાના જીનેદભાઈ ઇશાભાઈ જેડાનાં ઘરે બે દિવસ પહેલા પોલીસે ટ્રાફિક નિયમ તોડવા બદલ રૂ.૩૦૦નાં દંડનો મેમો ફટકાર્યો હતો. જો કે સૌથી આશ્ચર્યની વાત એ છે કે મેમોમાં એક એક્ટિવા બાઈક ચાલક મહિલા ફોનમાં વાત કરતી નજરે પડી હતી. જો કે જુનેદભાઈનાં જણાવ્યા મુજબ તેમની પાસે એક્ટિવા નથી કે રાજકોટ પણ ક્યારેય ગયા નથી તો આ મેમો ક્યાંથી આવ્યો તે અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. આ ઘટનાથી એવી પણ શંકા સેવાઇ રહી છે કે પછી એક નંબરના બે વાહનો દોડી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY