જયપુર,તા.૮
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે પાકિસ્તાન સામે કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં ૩૫૦ આતંકીના મૌતના આંકડા પર દેશની માફી માંગે. અશોક ગેહલોત વારા જણાવવામાં આવ્યું કે પુલવામાં હુમલા પછી આખો દેશ અને વિપક્ષ તેમની સાથે ઉભો હતો. સામાન્ય રીતે રાષ્ટ્રીય મુદ્દે ટિપ્પણી કરવાથી બચતા અશોક ગેહલોત પોતાના નિવેદનમાં પીએમ મોદી પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા.
અશોક ગેહલોતે પુલવામાં હુમલાને કાયરતા ગણાવી અને કહ્યું કે તેની નિંદા કરવા માટે શબ્દો પણ નથી. તેમને કહ્યું કે ભાજપના નેતાઓ અવસારવાદથી ગ્રસ્ત છે કારણકે તેમને ખબર છે કે સર્જીકલ સ્ટ્રાઇક ૨ માં ૩૫૦ આતંકીઓને મારવાનો દાવો ખોટો છે. અશોક ગેહલોત વારા જણાવવામાં આવ્યું કે યુપીએ સરકારના કાર્યકાળમાં ૪૨૩૯ આતંકીઓને મારવામાં આવ્યા હતા, જયારે મોદી સરકારમાં ૮૭૬ આતંકીઓ મર્યા છે.ભાજપા નેતા પણ જાણે છે કે, ૩૫૦ આતંકીઓ મારવાનો દાવો ખોટો છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



