૨૦૧૯માં વન-ડેમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર ભારતીય બન્યો કુલદિપ

0
3

નવ મેચમાં ૧૮ વિકેટ ઝડપી છે,તેના કરતા બોલ્ટ બે વિકેટ આગળ છે
રાંચી,તા.૮
કુલદીપ યાદવે આ વર્ષે ૨૦૧૯માં વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે આ વર્ષે ૯ મેચમાં ૧૮ વિકેટ ઝડપી છે. હાલ તેના કરતા ફક્ત ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ (૨૦ વિકેટ) જ આગળ છે.
ઓવરઓલ વાત કરવામાં આવે તો ૪૨ વન-ડે પછી સૌથી વધારે વિકેટ રાશિદ ખાનના નામે છે. તેણે ૯૬ વિકેટ ઝડપી છે. હવે બીજા નંબરે કુલદીપ યાદવ આવી ગયો છે. તેણે ૪૨ વન-ડેમાં ૮૫ વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે ૪૨ મેચમાં ૮૫ વિકેટ ઝડપી છે. ત્રીજા નંબરે ૮૦ વિકેટ સાથે શેન બોન્ડ છે.
ઓસ્ટ્રેલિયા સામે રાંચી વન-ડેમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે એરોન ફિન્ચ, શોન માર્શ અને પીટર હેન્ડ્‌સકોમ્બને આઉટ કર્યા હતા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY