અમદાવાદ,તા.૧૪
હવે બહુ ટૂંક સમયમાં રેલવેમાં મુસાફરી કરવા ઇચ્છુક પ્રવાસીઓને ટ્રેન કિયા પહોંચી, કેટલી મોડી છે? વગેરેની તમામ માહિતી ચોક્કસ સ્વરૂપે મળશે એટલું જ નહીં, રેલવે સ્ટેશન પર ઘોંઘાટિયા વાતાવરણમાં સ્પીકર પર એનાઉન્સ થતા ટ્રેનના સમય કે મોડી થવાની સૂચનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું નહીં પડે.
તાજેતરમાં જ રેલવેતંત્રએ વોટ્સએપ નંબર જાહેર કર્યા છે, જેમાં ટ્રેનની તમામ માહિતી પીએનઆર નંબર મૂકવાથી મળી રહેશે, પરંતુ આ માહિતી પ્રવાસીને ચોક્કસ સ્વરૂપે મળે તે પણ જરૂરી છે.
તેના માટે જીપીએસ અત્યંત આવશ્યક હોવાથી ટ્રેનના રેલવે એન્જિન માં જીપીએસ લગાવવાનું શરૂ કરાયું છે, જેના કારણે ટ્રેનનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે.
જીપીએસના માધ્યમથી બીજા અનેક ફાયદા પણ થશે, જેમ કે અત્યારે સ્ટેશન માસ્તર દ્વારા ટ્રેનના આવવા-જવાનો રેકોર્ડ મેન્ટેન કરવામાં આવે છે, પરંતુ જીપીએસ લાગ્યા બાદ આપોઆપ તેમાં ડેટા ફીડ થઇ જશે કે કઇ ટ્રેન કેટલા વાગ્યે કયા સ્ટેશન પર આવી અને ઉપડી.
ટ્રેનને તેના નિયત સમયે દોડાવવા રેલવેતંત્ર દ્વારા ઘણા પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ મોટા ભાગની ટ્રેન તેના નિયત સમય કરતાં હંમેશાં પ થી ૧પ મિનિટ મોડી પડે છે, જાકે રેલવે પ્રવાસીઓ પણ આ બાબતથી હવે ટેવાઇ ગયા છે પણ ઘણી વખત ટ્રેન તેના નિયત સમય કરતાં અડધો કલાક કે તેથી વધુ સમય માટે મોડી પડે તો મુસાફરો નારાજગી સાથે સ્ટેશન માસ્તરની ઓફિસમાં વારંવાર પૂછપરછ કરવા માટે પહોંચી જાય છે.
આ સંજાગોમાં તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા એક વોટસએપ નંબર જાહેર કરાયો છે. આ વોટસએપ નંબર પર પીએનઆર નંબર લખવાથી તરત જ ટ્રેન અંગેની તમામ માહિતી મુસાફરને મળી જશે. પીએનઆર વગર મુસાફરને આ અંગેની માહિતી નહીં મળી શકે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



