સરસ મેળો ૧લી નવેમ્બર સુધી જૂનાગઢ વાસીઓ માટે રહેશે કાર્યાન્વીત

0
318

ગ્રામિણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવીકા મિશન હેઠળ ગુજરાત રાજ્યનાં તમામ જિલ્લામાં રચવામાં આવેલ ગ્રામીણ સ્વસહાય જુથો તેમજ કારીગરો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી હાથ બનાવટની વિવિધ વસ્તુઓના વેચાણ દ્વારા કાયમી આજીવીકા મળી રહે તેમજ મેળવેલ આજીવીકા દ્વારા ગરીબી રેખા હેઠળના જીવનમાંથી બહાર આવે તેવા શુભ આશયથી સ્વસહાય જુથો તેમજ કારીગરોને બજાર વ્યવસ્થા પુરી પાડવા માટે પ્રદર્શન કમ વેચાણ થાય તે હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જૂનાગઢ દ્વારા એ.જી.સ્કુલ જૂનાગઢ ખાતે રીજીયોનલ સરસ મેળો ૨૦૧૮ આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ મહાનગરનાં મેયર સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદારે મેળા સ્ટોલનું ઉદઘાટન કરતા જણાવ્યુ હતુ કે શહેરી અને ગ્રામિણ ગરીબ પરીવારની બહેનોને એકજુથ કરી સ્વરોજગારી માટે કૈાશલ્યવર્ધક તાલીમ પુરી પાડી કલા અને સ્વનિર્મિત ચીજવસ્તુનાં વીક્રયથી અંગત બચત માટે પ્રોત્સાહીત કરવામાં આવે છે. તથા સ્વસહાય જુથોનાં આંતરીક ધીરાણ મળી રહે અને તેમની આર્થિક જરૂરીયાત સંતોષાય તેમજ સ્વોરજગાર મેળવી સ્વનિર્ભર થાય તેમજ આ જુથોને સ્વસહાય દ્વારા આર્થિક પ્રવૃતિઓ સાથે સાંકળી શકાય, રીવોલ્વીંગ ફંડમાંથી આર્થિક સહાય અને ધિરાણ મેળવી સરકારશ્રીની સ્વરોજગારી પુરી પાડતી વિવીધ યોજનાઓનાં લાભ મેળવી આવા કુટુંબોને આર્થિક પગભર બને તે દિશામાં જુનાગઢનાં આંગણે રાજ્ય અને દેશભરમાંથી ૧૨૦ જેટલા સ્વસહાયજુથો તેમના દ્વારા નિર્મિત વસ્તુઓનું વેચાણ કરશે અને જૂનાગઢના મહેમાન બની તેમનાં કલાનાં સંભારણા અહીં આપશે.

આ પ્રસંગે જિલ્લા કલેકટર ડો. સૈારભ પારધીએ જણાવ્યુ હતુ કે સ્વસહાય જુથો/સખીમંડળોને યોગ્ય માર્ગદૃશન પ્રોત્સાહન મળી રહે તેમજ તેમનું યોગ્ય મોનીટરીંગ અને મુલ્યાંકન થાય, આ સ્વસહાયજુથો નબળા પડી સુષુપ્ત ના બને તથા જુથીની પ્રવૃતિ માટે બેન્ક તરફથી ધીરાણ મેળવવાની પ્રક્રીયામાં મુશ્કેલી ના પડે અને તેની અવળી અસર આ જુથોની પ્રવૃતિ પર ના પડે તે તમામ બાબતો ધ્યાને લઇ અસરકારક અમલીકરણ માટેનું વ્યવસ્થિત માળખુ ગોઠવા, આવા સ્વસહાય જુથો દ્વારા તેનાં ઉત્પાદિત માલનું પ્રદર્શન અને વેચાણ મહાનગર કક્ષાએ યોજાય તે દીશામાં મીનમંગલમ યોજના કાર્ય કરે છે આ યોજના સાથે સંકળાયેલ રાજ્ય અને રાષ્ટ્રનાં મોટી સંખ્યામાં હસ્તકલા અને વિવિધ ઉત્પાદકીય ચીજોનું જુનાગઢનાં આંગણે બજાર વ્યવસ્થાપન તા. ૧ નવવેમ્બર સુધી નિર્માણ પામ્યુ છે, તેનો જૂનાગઢવાસીઓએ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આજનાં સરસ મેળાનાં ઉદઘાટન કાર્યક્રમમાં જૂનાગઢ મહાનગરનાં નાયબ મેયર શ્રી ગીરીશભાઇ કોટેચા, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ ડો. જે.પી.મૈયાણી, અગ્રણીશ્રી શશીભાઇ ભીમાણી, નગર સેવકશ્રી હરેશભાઇ પરસાણા, યાત્રાધામ વીકાસ બોર્ડનાં પુર્વ ડિરેક્ટર યોગેન્દ્રસીંહજી પઢીયાર,જિલ્લા પંચાયત કારોબારી સમીતી અધ્યક્ષ શ્રી ડોબરીયા, જિલ્લા પંચાયતનાં સભ્યશ્રીઓ, જિલ્લા વીકાસ અધિકારીશ્રી પ્રવિણ ચૈાધરી, મ્યુની. કમિશ્નરશ્રી પ્રકાશ સોલંકી, વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેળામાં ઉદઘાટન પ્રસંગે સમગ્ર દેશમાંથી ભાગ લેનાર ગ્રામિણ સ્વસહાય જુથો/કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી તેઓને ગરીબી રેખા હેઠળના જીવનમાંથી બહાર લાવવાનાં સરકારશ્રીનાં આ અનોખા અભિયાનને પ્રોત્સાહિત કરવા જૂનાગઢવાસીઓને ૧ લી નવેમ્બર-૨૦૧૮ સુધી કાર્યાન્વીત રહેનાર સરસ મેળામાં પધારી હસ્તકલા, અને માટીકામ, ભરતકામ, વિવિધ બનાવટોને નિહાળવા, ખરીદવા પધારવા જિલ્લા ગ્રામવિકાસ એજન્સીનાં નિયામકશ્રી મચ્છારે જણાવ્યુ હતુ.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY