રાજકોટ,તા.૧૪
રાજકોટમાં વધુ એક હનિટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી ચાર શખ્સો સાથે મળી યુવાનને માર મારી તેનો મોબાઇલ લૂંટી લીધો હતો અને ૧૨ લાખની ખંડણી માંગી હતી. આથી યુવાને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીને પકડી પાડ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ નિમિશા નામની યુવતીએ સુરેશ નામના યુવક સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી રેસકોર્સના લવ ગાર્ડનમાં બોલાવ્યો હતો. સુરેશ અને નિમિશા રેસકોર્સમાં મળવા આવ્યા ત્યારે સાથે અન્ય ચાર શખ્સો આવી મારી બેનને કેમ મળવા આવ્યો છો તેમ કહી સુરેશને માર મારવા લાગ્યા હતા અને ૧૨ લાખની ખંડણી માંગી મોબાઇલની લૂંટ ચલાવી હતી. યુવકે સાનુ, અફજલ, આસિફ, હરકિસનસિંગ અને નિમિશા સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉપરોક્ત તમામ આરોપીને પકડી પાડ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





