જુનાગઢ,તા.૫
માળીયા હાટીનાના પીપળવા ગામની ઘટના એક શખ્સે પોતાની પત્નીનું બીજા સાથે અફેર હોવાની શંકાએ ઘરમાં ૧૫ દિવસ સુધી બાંધીને રાખ્યા બાદ છરી અને બ્લેડ વડે પત્નીના ગુપ્ત ભાગે ચરકા માર્યા હતા. હાલ આ ઘટનાનો પડઘા વિસ્તારમાં ચારેકોર પડી રહ્યા છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ માળિયા હાટીના તાલુકાના નાના એવા પીપળવા ગામે હેવન બનેલા એક શખ્સે પોતાની પત્નીને ઘરમાં ૧૫ દિવસ સુધી બાંધીને ગોંધી રાખ્યા બાદ છરી અને બ્લેડ વડે ગુપ્ત ભાગે ચરકા કર્યાનો મામલો પોલીસ દફ્તરે નોધાયો છે.
માળીયાના પીપળવા ગામે રહેતો દિનેશ બચુ સોલંકી નામના શખ્સે તેની પત્ની ઉપર ચારિત્ર બાબતે શંકા કરીને ઝગડો કરતો હોય અને છેલ્લા ૧૫ દિવસથી પત્નીને ઘરમાં જ બાંધીને રાખી હતી, અને માનશીક તેમજ શારીરિક ટોર્ચર કરતો હતો, એક વખતે તો તેણે લાકડી વડે બેરહમીથી માર માર્યા બાદ ગુપ્ત ભાગે છરી અને બ્લેડ વડે ચરકા કરીને ઈજાઓ કરી હતી, આ મામલે પત્નીએ પતિ દિનેશ વિરુદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


