વાંસોફોડીયા પરિવારે મજૂરને ફટકા માર્યા

0
9

સુરત, તા. ૧૧
કડોદરા-અંત્રોલી ગામ મારવાડીની દુકાન પાસે નજીવી બાબતમાં ઝઘડો કરી વાંસફોડીયા પરિવારના ૪ ઈસમોએમજૂર પર લાકડાના ફટકો મારી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કડોદરા પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે આઈપીસી-૩૨૩, ૩૨૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પલસાણા તાલુકાના અંત્રોલી ગામના, ભુરી ફળિયામાં પીયૂષ પુનાભાઈ રોહિત રહે છે. પીયૂષ ગામડામાં છૂટક મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ભુરી ફળિયામાં રહેતા રોહિત ભૂવો, મહેશ ઉર્ફે બકી વાંસફોડીયા, ઇશ્વર વાસફોડીયા તથા પ્રવીણ વાસફોડીયા વિગેરેઓએ નજીવી બાબતમાં પીયૂષ સાથે ઝઘડો કરી લાકડાના ફટકા તેમના માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમણે વાંસફોડિય પરિવારના ચાર સભ્યો સામે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોં તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY