નરાધમ તબીબ બાદ મેડિકલ સ્ટોરના માલિકે કમ્પાઉન્ડર સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ

0
103

કલ્યાણ,તા.૨૮
નરાધમ તબીબે તેના દવાખાનામાં કંપાઉન્ડર તરીકે કામ કરતી એક સગીરા પર લૈંગિક અત્યાચાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના કલ્યાણમાં બની છે. માત્ર તબીબ નહીં પરંતુ દવાખાનાની પાડોશમાંના મેડિકલ સ્ટોરના માલિકે તેનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી તેનો વિનયભંગ કર્યો હતો. આ મામલે કલ્યાણ પૂર્વની કોળસેવાડી પોલીસસ્ટેશને આરોપી તબીબની અટક કરી મેડિકલ સ્ટોરના માલિકની શોધ શરૂ કરી છે.
આરોપી તબીબનું નામ તાજ અન્સારી છે અને મેડિકલ સ્ટોરનો માલિક દિલદાર શેખ ફરાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર કલ્યાણ પૂર્વના નાંદીવલી પરિસરમાં આરોપી તબીબનું દવાખાનું છે. પીડિતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ઠીક ન હોવાથી તે દવાખાનામાં કંપાઉન્ડર તરીકે કામ કરતી હતી.
ફરિયાદ અનુસાર માર્ચ મહિનાથી તબીબ સતત સગીરા પર લૈંગિક અત્યાચાર કરતો હતો અને જા આ વાત કોઈને જણાવશે તો બદનામ કરવાની તેમ જ કામ પરથી બરતરફ કરવાની ધમકી આપતો હતો. તબીબનો જા વિરોધ કરીશ તો તે મને નોકરીમાંથી કાઢી મૂકશે તેવા ભયથી પીડિતા ચુપચાપ અત્યાચાર સહન કરી રહી હતી. આ મામલો દિલદાર શેખને કોઇક રીતે ખબર પડતાં તેણે એક દિવસ ડોક્ટર અને પીડિતાનો વીડિયો મોબાઇલમાં ચોરીછૂપે લીધો હતો. પંદરમી ઓગસ્ટે દિલદાર શેખે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી પીડિતા પાસે શારીરિક સુખની માગણી કરી તેનો વિનયભંગ કર્યો હતો. આ વાતથી કંટાળેલી પીડિતાએ કામ છોડી દીધું હતું. તેમ છતાં તેને આરોપી દ્વારા વીડિયો વાઇરલ કરવાની ધમકી મળી રહી હતી.
આ સમગ્ર ઘટના પીડિતાએ પોતાની માતાને જણાવી હતી. મંગળવારે માતા સાથે કોળસેવાડી પોલીસ સ્ટેશનમાં પીડિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો અંતર્ગત ગુનો દાખલ કરી તબીબની અટક કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY