મુંબઈ રહેણાંક બિલ્ડિંગમાં લાગેલી આગમાં મૃત્યુઆંક ૭ પર પહોંચ્યો

0
22

મુંબઈ,તા.૨૮
મુંબઇના તિલકનગર વિસ્તારમાં ગુરુવાર રાત્રે સરગમ સોસાયટીની ૧૬ માળની રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગી હતી. ૧૪મા માળે લાગેલી આગમાં ચાર વૃદ્ધો સહિત સાત લોકોના મોત થયા છે. જેમાંથી કેટલાંક લોકોની ઓળખ થઈ છે. હજુ બે લોકોની હાલત ગંભીર છે. આ આગમાં સાત લોકોના મોત થયા છે જેમાં ચાર સીનિયર સિટીઝન છે. ત્રણની ઓળખ થઈ છે તેમાંસુનીતા જોષી (૭૨), બાલચંદ્ર જોષી (૭૨) અને સુમન શ્રીનિવાસ જોષી (૮૩)નો સમાવેશ થાય છે.
આ આગ ગણેશ ગાર્ડન પાસે ચેમ્બુરની સરગમ સોસાયટીના ૧૪માં માળે સાંજે ૭.૫૧ કલાકે લાગી હતી. અધિકારીઓ તેને લેવલ-૩ સ્તરની ગંભીર આગ જાહેર કરી છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ સામે આવ્યું નથી.
છેલ્લા ચાર દિવસમાં મુંબઈમાં ચોથો મેજર આગ લાગવાનો બનાવ બન્યો છે. રવિવારે આગ લાગવાની બે ઘટના સામે આવી હતી. ખારમાં સવારે ગ્રાઉન્ડ પ્લસ સાત ન્યૂ બ્યુટી સેન્ટરમાં આગ લાગી હતી. આ પછી સાંજે કાંદિવલીના દામુ નગરની એક કપડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના કારણે કપડાની ફેક્ટરીનો એક બીમ પડતા ચાર લોકોના મોત થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY