છેતરપિંડીનાં કેસમાં જેલમાં બંધ પ્રેરણાની ૩ જાન્યુઆરીએ સુનાવણી

0
5

મુંબઈ,તા.૩૧
પ્રોડ્યુસર પ્રેરણા અરોરાની સમસ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી. ‘પેડમેન’ જેવી ફિલ્મની પ્રોડ્યુસર પ્રેરણા છેલ્લા ૨૪ દિવસથી જેલમાં છે. પ્રેરણાની ૮ ડિસેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પ્રેરણાના વકીલ રીઝવાન મર્ચન્ટ અનુસાર, પ્રેરણાના કિસ્સામાં આગામી સુનાવણી આગામી વર્ષમાં એટલે કે, ૩ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ થશે.
ઈકોનોમિક ઓફેન્સ વિંગે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં પ્રેરણાને ધરપકડ કરી હતી. પ્રેરણા દ્વારા આપવામાં આવેલા એક પછી એક ચેક બાઉન્સ થયા હતા. આ પહેલાં પણ પદ્મ સ્ટીલ નામની કંપનીએ ક્રિએટીવ એન્ટરટેઇનમેન્ટ પર મોટા ફાઇનાન્શિયલ ફ્રોડનો આરોપ મુકિયો હતો. પૂજા ફિલ્મ્સ અને વાસુ ભગનાની સાથે ૩૧.૬ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપો બદલ મુંબઈ ઇઓડબલ્યુએ પ્રેરણાની ધરપકડ કરી હતી. ભગનાનીએ આરોપ લગાવ્યો હતો કે તેમને ફિલ્મ ‘ફન્ને ખાન’માં ડિસ્ટ્રીબ્યુટર તરીકે યોગ્ય ક્રેડિટ આપવામાં નથી આવી. જે કરારની વિરુદ્ધ છે.
જ્યારે કોર્ટે પ્રેરણાને જેલમાં જવાનો નિર્ણય સંભળાવ્યો તે સમયે પ્રેરણાની આંખમાં આંસૂ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ સ્પોટબોયના સમાચાર મુજબ, પ્રેરણાના વકીલે કહ્યુ કે જેલ જવાના સમયે પ્રેરણા તેના પિતાને ગળે મળી હતી. તે સમયે તે ખૂબ જ નિરાશ હતી. ૩ જાન્યુઆરીના રોજ પ્રેરણાના છેતરપિંડીના કેસની સુનાવણી છે. તેમાં હવે પ્રેરણા પર લાગેલા આરોપોનો શું નિવેડો આવે છે તે તો હવે સમય આવ્યે જ ખબર પડશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY