બનાસકાંઠા,તા.૭
દાંતાના ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપનાર શખ્સની અટકાયત કરવામાં આવી છે. ધારાસભ્ય કાંતિ ખરાડીને તેમના જ મત વિસ્તારમાંથી જ ધમકી મળી હતી.
મળતી માહિતી મૂજબ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને એક શખ્સનો ફોન આવ્યો હતો. જેમા શખ્સે ધારાસભ્ય સાથે ગાળા-ગાળી કરીને ધમકીઓ આપી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની પણ ધમકી અપાઇ હતી. કાંતિ ખરાડીએ આ ઘટનાની તાત્કાલિક જાણ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કરી હતી.
પોલીસ તપાસમાં ફોન કર્યા બાદ શખ્સનો ફોન બંધ થઇ ગયો હતો અને પોલીસે કોલ ડિટેલના આધારે તપાસ કરતા દાંતા વિસ્તારનો લાલજી ઠાકોર નામનો શખ્સ હોવાનું જાણવા મળ્યુ હતુ. આ ટેલિફોનિક ધમકીને પગલે અમીરગઢ પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી. હાલ આ તમામ માહિતીને આધારે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





