કર્ણાટકના ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન
જો આપણે સૂતા રહીશું તો આપણા બધા ઘરના નામ મંજિલ થઇ જશે,સીતાને પણ બીબી કહેવાનો વારો આવશે
બેંગ્લુરુ,તા.૨૮
લોકસભા ચૂંટણી આવતાની સાથે જ ભાજપના બેડામાંથી વિવાદિત ટીપ્પણીઓની મૌસમ પણ પૂરબહારમાં ખીલી છે. પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં એન્ટ્રીની સાથે ભાજપના નેતાઓ બેફામ નિવેદનો આપવા લાગ્યા છે. તો બીજી તરફ કર્ણાટકમાંથી એક એવું નિવેદન આવ્યું છે જેના કારણે ભાજપને લોકસભા ચૂંટણી પહેલા ભોગવવાનો વારો આવી શકે છે. આ વિવાદિત નિવેદન આપનારા કર્ણાટકના ભાજપના સાંસદ અનંત હેગડે છે.
પોતાનાં નિવેદનોને કારણે ઘણી વખત ચર્ચામાં રહેતા કેન્દ્રના પ્રધાન અને બીજેપીના નેતા અનંત હેગડેએ ફરીથી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો કોઈ હિંદુ છોકરીને સ્પર્શ કરે તો તેના હાથ રહેવા ન જાઈએ. સાથે સાથે તેમણે અગ્રાનાં તાજમહલને લઈને પણ અજીબો-ગરીબ વાતો કરી હતી.
તેમણે કહ્યું કે શાહજહાએ પોતાની જીવનીમાં કહ્યું કે તેઓએ આ જમીન રાજા જયસિમા પાસેથી લીધી હતી અને એક શિવ મંદિર છે કે જેને રાજા પરમતિર્થએ બનાવ્યું હતું, જેના નામ તેજા મહાલય હતું. એનું નામ બદલીને તાજમહેલ કરી નાખ્યું. જા આપણે સુતા રહીશું તો આપણા બધા ઘરના નામ મંજિલ પર થઈ જશે. ભવિષ્યમાં ભગવાનને જહાંપનાહ અને સીતાને બીબી કહેવાનો વારો આવશે.
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી અનંતકુમારે આગળ કહ્યું કે ‘એક વ્યક્તિ કે જે હિન્દુ કન્યાઓને સ્પર્શ કરે છે, તેમના હાથ રહેવા ન જોઈએ. ઇતિહાસ તમે એ જ રીતે લખી શકો છો, જ્યાં તમે ઈતિહાસ લખો તો તમારી અંદર સાહસ આવે છે, જ્યાં તમે ઇતિહાસ વાંચતા હોવ તો તમારા મનમાં ડરની ભાવનાઓ આવે છે, હવે તમે નક્કી કરો કે તમે ઇતિહાસ લખવા માંગો છો કે ઇતિહાસ વાંચવા માંગો છો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



