નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાને પ્લાસ્ટીક મુક્ત બનાવવા આદરાયેલા પ્રયાસો

0
35

રાજપીપળા : નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકો જે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ગૌરવ ધરાવે છે. જે તાલુકાને પ્લાસ્ટીક મુક્ત બનાવવા માટે નર્મદા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ. ડિંડોડના માર્ગદર્શન અને રાહબરી હેઠળ ગરૂડેશ્વર તાલુકાના સ્વચ્છ તાલુકા બનાવવા માટે અભિયાન હાથ ધરેલ છે. જેમાં ગરૂડેશ્વર તાલુકાના નાગરિકો દ્વારા નિર્ણય કરી આ તાલુકાને આગામી સમયમાં પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરી સ્વચ્છ તાલુકો, સુંદર તાલુકો, હરીયાળો તાલુકા તરીકે ગૌરવ મેળવવા માટે સ્થાનિક ગ્રામજનો તેમજ જિલ્લા પંચાયતના વહિવટીતંત્રે કમરકસી એક જુથ અભિયાન આદરેલ છે. જેમાં પ્રારંભિક કામગીરી અને વ્યુહ રચના અપનાવી જિલ્લાનાં લક્ષ્યને પાર પાડવામાં આવશે. જે અંતર્ગત પ્રવાસીઓ માટે પ્લાસ્ટીક બેગનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ તેમજ વેબસાઇટ, ટીકીટો અને હોર્ડીંગ્સ અને ફલેક્ષ બેનર થકી તેની જાણ કરવામાં આવી. પ્રવાસન સ્થળો પરની દુકાનદારોને પ્લાસ્ટીકની થેલી વેચવા પર પ્રતિબંધ અને તેના અવેજમાં પેપર બેગ અને કાપડની બેગનો જ ઉપયોગ કરવો, મોટા ગામોમાં પ્લાસ્ટીક બેગનો ઉપયોગ ન કરવા સ્થાનિક કક્ષાએ દુકાનદારોએ સુચના આપવામાં આવશે. નાના ગામોમાં સ્થાનિક લોકો દુકાને વસ્તુ ખરીદવા જાય તો સાથે કાપડની બેગ સાથે રાખે. સ્થાનિક સખીમંડળો દ્વારા કાપડ અને પેપર બેગ બનાવી જરૂરિયાત મુજબ જે તે દુકાનદારને પુરી પાડવામાં આવે છે. સખીમંડળોએ બનાવેલ બેગોને વેચાણ કરવા માટે ગરૂડેશ્વર ખાતે જગ્યા ફાળવવામાં આવનાર છે. સ્થાનિક વહિવટીંત્ર દ્વારા નિયમિત દેખરેખ રાખવામાં આવશે, તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, નર્મદાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY