કેશવ પ્રસાદ મોર્યએ આક્રમક નિવેદન કર્યું અયોધ્યામાં મંદિર નિર્માણને કોઇ જ તાકાત નહીં રોકી શકે

0
431

લખીમપુરખીરી, તા. ૪
અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને રાજકીય નિવેદનબાજીનો દોર જારી રહ્યો છે. આ ગાળા દરમિયાન ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યએ ફરી એકવાર આ મુદ્દે મોટું નિવેદન કર્યું છે. કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું છે કે, કોઇપણ કિંમતે બાબરના નામની એક પણ ઇંટ અહીં મુકવા દેવાશે નહીં. એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું હતું કે, કોઇ તાકાત અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણથી રોકી શકે નહીં. અયોધ્યામાં વિકાસ અમારી પ્રાથમિકતા છે. હાલમાં મામલો સુપ્રીમ કોર્ટમાં છે પરંતુ કોઇપણ કિંમતે બાબરના નામની એક પણ ઇંટ મુકવાની મંજુરી અપાશે નહીં. આ ગાળા દરમિયાન મોર્યએ કહ્યું હતું કે, મંદિર નિર્માણની તારીખને લઇને તેઓ કોઇ વાત કરવા માંગતા નથી. આ અંદરની વાત રહેલી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉપર પરોક્ષ પ્રહાર કરતા કેશવ પ્રસાદે કહ્યું હતું કે, કેટલાક જનેવધારી હિન્દુ હોવાનો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી આ બાબતનો જવાબ આપી રહી નથી કે, ૨૦૧૯માં આ મામલે સુનાવણી શા માટે થવી જાઇએ. ગઇકાલે પણ કેશવ પ્રસાદે નિવેદન કર્યું હતું અને કહ્યું હતું કે, મામલો સુપ્રીમ કોર્ટમાં છે. બીજી બાજુ અયોધ્યામાં રામલલ્લાની મહાકાય પ્રતિમા બનાવવામાં આવનાર છે. રામ મંદિરના નિર્માણને લઇને લડત દિનપ્રતિદિન વધુ તીવ્ર બની રહી છે. આગામી દિવસોમાં આ લડાઈ વધુ તીવ્ર બનવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY