‘ક્રીશ-૪’ માટે કઈ હીરોઇનનાં નસીબ ઉઘડશે..?!!

0
14

મુંબઈ,તા.૨૬
ખમતીધર ફિલ્મ સર્જક રાકેશ રોશનની સુપરહિટ સિરીઝ ક્રીસની ચોથી કડીમાં કામ મેળવવા માટે કેટલીક અભિનેત્રીઓ દોડાદોડ કરી રહી હોવાની માહિતી મળી હતી. અત્યાર અગાઉ પ્રિયંકા ચોપરા અને કેટરિના કૈફ પ્રયાસો કરી રહી હતી. પ્રિયંકા અગાઉ પણ ક્રીશની એક કડીમાં કામ કરી ચૂકી છે. એટલે એને એવી આશા હોય કે મને પહેલી તક મળશે.
ખુદ રાકેશ રોશને મિડિયાને કહ્યું હતું કે મારી ઇચ્છા પ્રિયંકાને ચોથી કડીમાં લેવાની છે. પરંતુ હાલ પ્રિયંકાનાં લગ્નની વાતો વહેતી થઇ હોવાથી એ કદાચ પોતાને જાઇતી સળંગ તારીખો આપી નહીં શકે એવું રોશન પરિવારને લાગે છે.
અન્ય અભિનેત્રીઓ પણ આ જ વિચારે ક્રીશ ફોર માટે ટ્રાય કરી રહી હોવાનું કહેવાય છે. રાકેશ રોશનના એક પ્રવક્તાએ કહ્યું કે સ્ક્રીપ્ટ તૈયાર છે. રાકેશજી એ તપાસી રહ્યા છે કે પોતાને જાઇતી તારીખો કઇ અભિનેત્રી આપી શકે છે અને કઇ અભિનેત્રીની સેલેબિલિટી કેટલી છે.
સાવ નવો ચહેરો અજમાવવા એ તૈયાર નથી. પોતાની જરૃરિયાત અંગે રાકેશજી સ્પષ્ટ છે આમ છતાં પોતાને મળવા માગતી કોઇ અભિનેત્રીને મળવાની એ ના પાડતા નથી.હવે જાઇએ, કઇ અભિનેત્રી ક્રીશ ફોર મેળવવામાં સફળ થાય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY