કોલકાત્તા-મુંબઈ ફ્લાઈટમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ

0
21

આરોપી વિમાનમાં બેસીને ફોન પર કોઈ સાથે બોમ્બ વિસ્ફોટની વાત કરતો હતો
કોલકાત્તા,તા.૨૬
કોલકાત્તાથી મુંબઈ તરફ આવી રહેલી ફ્લાઇમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપનાર એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ વિશે મળતી માહિતી અનુસાર, આરોપી વિમાનમાં બેસીને ફોન પર કોઇના સાથે વાત કરતા પ્લેનમાં બોમ્બ વિસ્ફોટની વાત કરતો હતો. આ શખ્સની વાતો બાજુમાં બેઠેલા મુસાફરે સાંભળી લીધી હતી અને ક્રૂ મેમ્બરને તેની જાણકારી આપી હતી. સીઆઈએસએફના જવાનોને તાત્કાલિક જાણ કરાતા આરોપીની ધરપકડ કરીને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ફ્લાઇટને મુંબઇ તરફ રવાના કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, સોમવારે સવારે જેટ એરવેઝના વિમાનને કોલકાત્તાથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. વિમાનની સીટ સંખ્યા (૯ઉ૦૪૭૨) પર બેસેલો શખ્સે ટેકઓફ પછી તાત્કાલિક કોઇને ફોન કર્યો હતો અને બોમ્બથી ઉડાવવાની વાત કહી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપીએ ફોનને કાળા રંગના કપડામાં છૂપાવીને રાખ્યો હતો. ઘટનાની જાણ થતા વિમાનને પાછું ઉતારવામાં આવ્યું હતું અને આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી. સીઆઈએસએફે આરોપીને સ્થાનિક પોલીસના હવાલે કરી દીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY