અમદાવાદ,તા.૧૯
શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલના મહિલા ડોક્ટર ચેઈન સ્નેચિંગનો ભોગ બન્યા હતા. અસારવા ખાતે આવેલ સિવિલ કેમ્પસમાં રહેતી અને મૂળ તામિલનાડુની રાજા રાજેશ્વરીદેવી રાજાશેખરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે.
રાજા રાજેશ્વરીદેવી સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે રાજા રાજેશ્વરી સિવિલ હોસ્પિટલના પોતાની નોકરી પતાવીને માધુપુરા જિમમાં ગઇ હતી. જિમ પતાવીને તે સુભાષબ્રિજ સર્કલ પાસે આવેલી સૌરભ સ્કૂલમાં ગરબા શીખવા માટે ગઇ હતી.
ગરબા શીખીને રાજા રાજેશ્વરીદેવી પોતાના રૂમ પર એકિટવા લઇને જતી હતી ત્યારે શાહીબાગની રચના સ્કૂલ પાસેની ગલીમાં બાઇક પર આવેલા બે શખ્સો તેના ગળામાંથી ચાર તોલાનું મંગળસૂત્ર ખેંચીને ફરાર થઇ ગયા હતા.
રાજા રાજેશ્વરીદેવીએ બૂમાબૂમ કરી હતી, જાકે સૂમસામ રોડ હોવાથી કોઇ રાહદારીએ ચેઇન સ્નેચરોનો પીછો ના કર્યો હતો. મોડી રાતે રાજા રાજેશ્વરીદેવીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચરો વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. રાજા રાજેશ્વરીદેવીની ફરિયાદના આધારે શાહીબાગ પોલીસ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




