કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળની આંગડિયા પેઢીમાં બન્યો બનાવ રતનપોળની આંગડિયા પેઢીના રૂ.૫૦ લાખ લઈ બે ભાઈ ફરાર

0
33

અમદાવાદ,તા.૧૯
શહેરની આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીઓ દ્વારા લાખો-કરોડોની ઉચાપતના બનાવોમાં વધારો થયો છે. કાલુપુર વિસ્તારમાં દોશીવાડાની પોળની આંગડિયા પેઢીમાં કામ કરતા બે સગા ભાઇ રૂ. પ૦ લાખની ઉચાપત કરી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ પેઢીના ભાગીદારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં નોંધાવી હતી.
શહેરના કાલુપુર વિસ્તારમાં રતનપોળ અને દોશીવાડાની પોળમાં રક્ષાબંધનના તહેવારની આસપાસ બે આંગડિયા પેઢીના કર્મચારીઓ લાખો-કરોડો રૂપિયાની મતા લઇ ફરાર થઇ ગયા હોવાના કિસ્સા બનવા પામ્યા હતા.
દોશીવાડાની પોળમાં રાજેશકુમાર મણિલાલ એન્ડ કંપનીના નામે આંગડિયા પેઢી ધરાવતા રણછોડભાઇ ચૌધરીની અલગ અલગ રાજ્યમાં ઓફિસો આવેલી છે એક ઓફિસ મુંબઇના મલાડ ઇસ્ટમાં આવેલી છે. આ બ્રાંચમાં ચાણસ્માના કમ્બોઇ ગામના રહેવાસી કુંવરજી જયંતીભાઇ ઠાકોર નોકરી કરે છે.
અમદાવાદ અને મુંબઇની ઓફિસેથી રોકડ રકમ લાવવાનું કામકાજ કુંવરજી કરે છે. રપ ઓગસ્ટના રોજ કુંવરજી તેના વતનમાં આવ્યો હતો. મુંબઇની આંગડિયા પેઢીમાં રૂ.પ૦ લાખ મોકલવાના હોવાથી ર૬મીએ જ્યારે કુંવરજી મુંબઇ પરત ફરવાનો હતો ત્યારે કાલુપુર દોશીવાડાની પોળની ઓફિસમાંથી કુંવરજીને રૂ.પ૦ લાખ મુંબઇ મોકલવા માટે આપ્યા હતા.
ઉપરાંત આંગડિયા પેઢી સિવાયના રતનપોળની બીજી આંગડિયા પેઢીના રૂપિયા પણ મુંબઇ લઇ જવા માટે તેને આપ્યા હતા. બીજા દિવસે બપોરે રણછોડભાઇએ મુંબઇ ખાતે આવેલ તેના ભાગીદારને ફોન કરી રૂ.પ૦ લાખ મળી ગયા છે કે કેમ તે બાબતે ફોન કરી પૂછતાં કુંવરજી પૈસા લઇ આવ્યા ન હોવાનું જણાવ્યું હતું.
બંને ભાઇઓએ ભેગાં મળી આંગડિયા પેઢીના પૈસાની ઉચાપત કરતાં રણછોડભાઇએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડી.કે. ચૌધરી અને ટીમે આરોપી કુંવરજી ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY