કોલંબો,તા.૧૫
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફર્યાના ત્રણ મહિના બાદ અનુભવી ઝડપી બોલર લાસિથ મલિંગાને ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર વન ડે અને ટી-૨૦ સિરીઝ માટે શ્રીલંકા ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વનડે અને ટી-૨૦માં સતત કપ્તાની કરતો આવેલ દિનેશ ચંદીમલ પાસેથી કેપ્ટનશીપ આંચકી લેવામાં આવી છે અને પસંદગી સમિતિ બદલાતા જ વનડે ટીમના કેપ્ટનને પણ બદલી દેવામાં આવ્યો છે. નવી પસંદગી સમિતિએ ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર રમાનાર વનડે અને ટી-૨૦ સિરીઝ માટે મલિંગાને ટીમની કમાન સોંપી છે. ત્યાં જ વિકેટકીપર નિરોશન ડિકવેલાને ટીમનો ઉપ કપ્તાન બનાવવામાં આવ્યો છે.
મલિંગા ગત લગભગ એક વર્ષથી ફોર્મ અને ફિટનેસને લઇ શ્રીલંકાની ટીમછી બહાર હતો. તેણે સપ્ટેમ્બરમાં રમાયેલ એશિયા કપ દરમિયાન રાષ્ટÙીય ટીમમાં વાપસી કરી હતી. મલિંગા સિવાય એંજેલો મૈથ્યુઝની પણ ટીમમાં વાપસી થઇ છે. આ સિવાય સીકુગે પ્રસન્ના અને બેટ્સમેન અસેલા ગુણારત્ને પણ ટીમમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. બોલિંગમાં પ્રમુખ બોલર સુરંગા લકમલને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. શ્રીલંકાને આવતા વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝિલેન્ડ પ્રવાસ પર ત્રણ વનડે અને એક ટી-૨૦ મેચ રમવાની છે.
શ્રીલંકાની વનડે અને ટી-૨૦ ટીમઃ લાસિથ મલિંગા (કેપ્ટન), નિરોશન ડિકવેલા (વિકેટકીપર), એંજેલો મૈથ્યૂઝ, દાનુષ્કા ગુણાતિલકા, કુશલ પરેરા, દિનેશ ચંદીમલ, અસેલા ગુણારત્ને, કુશલ મેંડિસ, ધનંજય, ડિ સિલ્વા, થિસારા પરેરા, દાસુન શનાકા, લક્ષણ સાંદકન, સિકુગે પ્રસન્ના, દુષ્મંતા ચમીરા, કાસુન રજિથા, નુવાન પ્રદિપ અને લાહિરૂ કુમારા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


