નેપાળમાં ટ્રક પહાડ પરથી નદીમાં ખાબકતા ૧૬ના મોત

0
5

કાઠમાંડૂ,તા.૧૫
નેપાળની રાજધાની કાઠમંડુથી ૮૦ કિલોમીટર પશ્ચિમમાં Âસ્થત નુવાકોટ જિલ્લામાં શુક્રવારે સાંજે એક મિની ટ્રક અકસ્માતમાં ૧૬ લોકોના મોત થયા હતા. મિની ટ્રક લગભગ ૪૦થી ૪૫ લોકોને લઇને કિમતાંગથી સિસિફૂ જઇ રહી હતી જે દરમિયાન એક પહાડી રસ્તા પર પોતાનો નિયત્રંણ ગુમાવતા નદીમાં ખાબકી હતી.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, ઘટના ગંભીર હતી અને ટ્રકમાં સવાર લોકોમાંથી ૧૬ જેટલા લોકોના મોત થયા હતા. ટ્રક લગભગ ૫૦૦ મીટર નીચે નદીમાં ખાબકી હોવાથી મોટાપાયે જાનહાનિની સંભાવનાઓ હતી, કારણ કે ટ્રકમાં ૪૦થી ૪૫ લોકો સવાર હતા.
કાઠમંડુ પોલીસ મુજબ અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત દરમિયાન આસપાસના વિસ્તારના લોકોએ ઇજાગ્રસ્તોને નદીમાંથી બહાર કાઠવામાં મદદ કરી હતી.
પોલીસનું તારણ હતું કે ટ્રકમાં વધારે પડતા લોકોને બેસાડવાના કારણે ચાલક ટ્રક પરથી નિયત્રંણ ગુમાવી બેઠો હતો અને આ દુર્ઘટના ઘટી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY