રાણપુરમાં થયેલા આડેધડ દબાણો હટાવવા સહીત અનેક પ્રશ્ને મહેશભાઈ ઘાઘરેટીયા આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા

0
37

બોટાદ જિલ્લાના રાણપુર ગામના જાગૃત નાગરીક મહેશભાઈ ભીખાભાઈ ઘાઘરેટીયા રાણપુર ગામના પડતર પ્રશ્નો ને લઈ રાણપુર ગ્રામ પંચાયત પાસે આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા છે.

આ અંગે મળતી માહીતી મુજબ મહેશભાઈ ભીખાભાઈ ઘાઘરેટીયા પોતાની ચાર માંગણીઓ સાથે રાણપુર ગ્રામ પંચાયત પાસે આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે.તેઓની માંગણી છે કે(૧) મહિલાઓની જાહેર મુતરડી છે તેની બાજુમાં રહેલ દબાણો દુર કરવામાં આવે(૨)રાણપુર ગ્રામ પંચાયતના ડેલા પાસે રહેલ પાકી દુકાનો,લારીઓ,ગલ્લાઓનું દબાણ દુર કરવામાં આવે (૩)ડો. આંબેડકર ચોકથી પરામાં જવાના રસ્તા ઉપરથી ગંદકી દુર કરવામાં આવે(૪)સરકારી દવાખાના પાસે અબોલ પશુઓને પાણી પીવાનો અવેડાની આજુ-બાજુમાં દબાણો તથા ગંદકી દુર કરવામાં આવે આ ચાર માંગણીઓ સાથે મહેશભાઈ ઘાઘરેટીયા અચોક્કસ મુદ્દતના આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયા છે.

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY