ગાંધીનગર,તા.૧
ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં સિંહોના મોત બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે. સરસિયા આસપાસ વસવાટ કરતા ૨૬ સિંહોને ૫૦ કિ.મી. દૂર ગીર પશ્ચિમ હેઠળના જામવાળા ખાતે એનિમલ કેર હોસ્પિટલમાં સ્થળાંતર કરાયા છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વેટરનરી ડોકટરોની નજર હેઠળ સિંહોનું સતત ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે સરસિયામાં વસવાટ કરતા સિંહોને કોઇ ચેપી રોગ કે અન્ય કોઇ બિમારી લાગુ પડી છે કે કેમ તે માટે ૨૬ સિંહોને રેસ્કયૂ કરી જામવાળા ખાતે ઓબ્ઝર્વ હેઠળ રખાયા છે. વન વિભાગે તમામ સિંહો સલામત હોવાના કરેલા દાવા પર અનેક સવાલો ખડા થઇ રહ્યા છે. હાલમાં ગીરમાં ફરતા સિંહ જાવા મળવા મુશ્કેલ છે. સરકારના આ નિર્ણયને પગલે ગીરમાં ફરતા સિંહ હાલમાં જાવા મુશ્કેલ છે. સરકારનો આ ઐતિહાસિક નિર્ણય છે. સિંહોને બચાવવા માટે સરકારે લીધો નિર્ણય પણ આવકારદાયક છે.
વન વિભાગ દ્વારા અન્ય ૨૬ સિંહોને ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા અભ્યારણ્ય વિસ્તારમાંથી રેસ્ક્્યુ કરવામાં આવ્યા છે અને આ તમામ સિંહોને જામવાળા રેસ્ક્્યુ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. વન વિભાગે એવું કહ્યું કે, ૨૬ સિંહોને સાવચેતીના ભાગરૂપે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ઘટનાક્રમ પ્રમાણે જાઇએ તો, ૧૨ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૧૬ સિંહોનાં મોત થયા છે. ૩૫થી વધુ સિંહોનેં દલખાણિયા રેન્જમાંથી રેસ્ક્્યુ કરી અલગ-અલગ રેસ્ક્્યુ સેન્ટરમાં સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. વન્યપ્રાણી સંરક્ષણના સંદર્ભમાં, આ આંકડો જરૂર ચિંતાજનક કહેવાય. કેમ કે, એક રેન્જમાં ૧૬ સિંહોના મોત થાય અને બીજા ૨૬ જેટલા સિંહોને આ જ રેન્જમાંથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવે એ ઘટના સામાન્ય તો નથી જ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



