અમદાવાદ,તા.૧
બાપુનગર વિસ્તારમાં લવ ટ્રાયએંન્ગલમાં પોલીસ કોન્સ્ટેબલની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. દારૂની મહેફિલ સમયે અવૈદ્ય સંબંધોને પગલે દોસ્તી પર પ્રેમ ભારે પડ્યો હોય તેમ કોન્સ્ટેબલ અને તેના મિત્ર વચ્ચે છરી સાથે લોહિયાળ જંગ ખેલાયો હતો. લોહિયાળ જંગમાં પોલીસ કોન્સ્ટેબલનું મોત નિપજ્યું હતું.
પ્રણય ત્રિકોણમાં પોલીસ જવાનની હત્યાની ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં આવેલા સોનેરીયા બ્લોક પાછળ આવેલા કારખાનામાં કોન્સ્ટેબલ ઉમેશ ખાંડે અને રવિન્દ્ર તેમના અન્ય મિત્રો સાથે દારૂ ની મહેફીલ માણતા હતા. તે સમયે અન્ય મહિલા સાથેના બંનેના પ્રેમ સંબંધને લઇ તકરાર થઈ હતી અને બંને વચ્ચે લોહીયાળ જંગ ખેલાયો હતો. કોન્સ્ટેબલ ઉમેશ અને રવિ એ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં કોન્સ્ટેબલ ઉમેશનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મૃતક કોન્સ્ટેબલ ઉમેષ ખાંડે વસ્ત્રાલ ખાતે રહેતો હતો અને હેડક્વાટરમાં ફરજ બજાવતો હતો. આરોપી રવિન્દ્રના બહેનની નણંદ સાથે કોન્સ્ટેબલ અને રવિન્દ્રને અવૈદ્ય સંબંધો હતા. ગઈકાલે રાત્રે કોન્સ્ટેબલ અને રવિન્દ્ર અન્ય મિત્રો સાથે દારૂની મહેફિલ માણવા બેઠા હતા તે જ સમયે બંને વચ્ચે આ યુવતી સાથેના સબંધને લઈને તકરાર થઈ અને બંને એ એકબીજા પર છરીઓ વડે હુમલો કર્યો હતો. જેમાં રવિન્દ્ર પણ ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે કોન્સ્ટેબલ ને વધુ ઇજા થતાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




