ભરૂચઃએન.સી.ઇ.આર.ટી. નવી દિલ્હી દ્વારા RMSA યોજના અંતર્ગત ધો-૯ થી ધો-૧૨ માં અભ્યાસ કરતાં સરકારી, ગ્રાન્ટેડ તથા નોન-ગ્રાન્ટેડ, કેન્દ્રિય સરકારી શાળાઓ, લોકલ બોડી, કે.વી.એસ., એન.વી.એસ. રલ્વેસ્કુલ(BSF/CRPF/ARMY/AIRFORCE/CANTPMENT BOARD /NDMC વગેરે) શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત દક્ષિણ ગુજરાતનાં ૯ જિલ્લાઓનો દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાનો કલા ઉત્સવ ભરૂચ જિલ્લા ખાતે તા.૨૭/૧૧/૨૦૧૮ મંગળવારનાં રોજ નારાયણ વિદ્યાવિહાર સ્કુલ, અલકનંદા સોસાયટી, તુલસીધામ – ભરૂચ ખાતે યોજવામાં આવેલ છે.
કલા ઉત્સવનો ઉદ્દેશ દેશનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં વિદ્યાર્થીઓની કલા પ્રતિભાને ઓળખવા, પ્રોત્સાહિત કરવા અને શિક્ષણમાં કલાનું મહત્વ વધારવાનું છે. ભારતમાં કલા અને કલાત્મકતાની પ્રાચીન પરંપરા રહી છે. કલા શિક્ષણ વિદ્યાર્થીઓને સંસારની સુંદરતાનો અનુભવ કરાવી તેની પ્રશંસા કરવા યોગ્ય બનાવે છે અને તેમના સંપુર્ણ વિકાસમાં સહયોગ કરે છે. કલા ઉત્સવ શાળાઓની વ્યવસ્થામાં કલારૂપોનો એક અગ્રણી ઉત્સવ બનશે. કલા ઉત્સવ જિલ્લા, ઝોન, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. કલા ઉત્સવ બાળકોને તક આપીને તેમાં છુપાયેલી ટેલેન્ટને કલા ઉત્સવ દ્વારા કલા સંસ્કૃતિની તક પુરી પાડી રાષ્ટ્રીય કક્ષાએ તેમને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન છે. ભારત પરંપરાગત કલાઓના પ્રદર્શનની ભૂમિ છે જેમાંથી મુખ્ય કલાઓ જે લુપ્ત થઇ ગયેલ છે તે જીવંત બનશે.
દક્ષિણ ઝોનમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, છોટાઉદેપુર, ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. કલા ઉત્સવમાં કંઠય સંગીત, વાદ્ય સંગીત, લોકનૃત્ય, ચિત્રકલા એમ ચાર સ્પર્ધાઓને સમાવવામાં આવશે. આ કલા ઉત્સવની બધી જ પ્રવૃત્તિઓ વ્યક્તિગત કરવાની રહેશે. કલા ઉત્સવ શાળા અને સમાજ વચ્ચે સારા સંબંધો કાયમ બનાવી શકશે. કલા ઉત્સવ વિદ્યાર્થીઓને જીવંત પારંપરિક કલાને શોધવા સમજવા અને રજુ કરવામાં સહાયક બનશે. દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાએ દરેક સ્પર્ધામાં દરેક જિલ્લામાંથી ૮ વિદ્યાર્થીઓ સાથે ૨ કો-ઓર્ડીનેટર શિક્ષકો આવશે. દરેક સ્પર્ધા માટે પહેલા, બીજા અને ત્રીજા નંબરને ટ્રોફી અને દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવશે એમ જિલ્લા શિક્ષણાધિકારી – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







