માળિયા હાટીમાં સિંહોનો આતંક : ઘરમાં ઘૂસી જતાં ભયનો માહોલ,બે ગાયનું મારણ કર્યુ

0
113

જૂનાગઢ,તા.૧૮
જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ખંભાળિયા ગામમાં રાત્રી દરમ્યાન સિંહોનું ટોળું ઘુસી જતા ગામમાં ફફડાટ ફેલાયો હતો. પાંચ જેટલા સિંહો ગામમા ઘૂસતા ભયનો માહોલ સર્જાયો હતો. સિંહોના ટોળાએ ખેડૂતની બે ગાયોનું મારણ પણ કર્યું હતુ. આ દરમિયાન એક સિંહણે પુનાભાઈ નંદાણીયા નામના સ્થાનિકના ઘરમાં ઘુસી જતા બહારથી ઘરનો દરવાજા બંધ કરી દેવાયો હતો. બાદમાં વન વીભાગને જાણ કરાઇ હતી. વન વિભાગે સિંહણને બેભાન કરી પાંજરે પુરી હતી.
ગામમાં પાંચ સિંહ ઘૂસી જતાં ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો ચિંતામાં મૂકાઈ ગયા હતા. આ સ્થિતિ ગીરની નજીક રહેતા ગામના લોકો માટે નવી નથી પણ પાંચ સિંહોના ગામમાં આંટોફેરાથી ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એક સિંહણ તો ઘર ખુલ્લું જોઈ ઘરમાં ઘૂસતાં પરિવારજનો ફફડી ગયા હતા. આ સિંહણને બહારથી દરવાજા બંધ કરી દઈ પૂરી દીધી હતી. આ અંગે વન વિભાગને જાણ કરાતાં ફોરેસ્ટ અધિકારીઓ દોડી આવ્યા હતા. આખરે આ સિંહણને બેભાન કરીને ઘરમાંથી બહાર લવાઇ હતી. સવારે ગામલોકો અને ફોરેસ્ટ અધિકારીઓએ ભેગા મળીને સિંહણને પાંજરામાં પૂરી હતી. બાકીના ૪ સિંહ રાત્રિ દરમિયાન ગામમાંથી નીકળી ગયા હતા. ગામમાં રાત્રે સિંહં આવી જતાં લોકોની હાલત કફોડી બની ગઈ હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY