રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર ટંકારા ના નવા ઝાપાં પાસે અન્ડરબ્રિજ બનાવવા ની માંગણી ટંકારા ગ્રામપંચાયત ના સરપંચ શ્રીમતી નિશાબેન ત્રિવેદી દ્વારા કરાયેલ છે રાજકોટ મોરબી હાઇવે રોડ ફોરટ્રેક બનાવવા ની કામગીરી ચાલુ છે ટંકારા ની લતીપર ચોકડી એ ઓવરબ્રિજ બનાવવા નો છે આ ઓવરબ્રિજ નો ઢાળ ટંકારા ના પોલીસ સ્ટેશન પાસે નગર નાકે ઉતરશે
ટંકારા માં હાઇવે રોડ ની પ્રશ્રિમ બાજુ અનેક સોસાયટી ઓ આવેલ છે ત્રણ હજાર થી વઘુ વસ્તી છે ઓરપેટ સંકુલ ની શાળા કોલેજ તેમજ ખાનગી શાળા ઓ આવેલી છે
ટંકારા પાસે લતીપર ચોકડી થી ખિજડીયા ચોકડી સુઘી જગ્યા સાંકડી છે હાઇવે રોડ સાતમીટર નો બનાવી વચ્ચે એક થી દોઢ મીટર નું ડીવાઇડર મુકવું જોઈએ તે થશે નહીં
રાજકોટ મોરબી ફોરટ્રેક ટંકારા ની પ્રજાને સુવિધા આપવા ના બદલે મુશકેલી વઘારશે વિઘાથીઓ તથા લોકો ને ટંકારા ગામમાં જવા માટે એક કીલોમીટર નું અતર કાપવું પડશે માટે રોડ ક્રોસ કરતાં સતત અકસ્માત નો ભય રહેશે
ટંકારા તાલુકાના લજાઇ તથા વિરપર ગામે અન્ડરબ્રિજ મંજૂર કરાયેલ છે જયારે ટંકારા ખાતે એક પણ અન્ડરબ્રિજ મંજુર કરાયેલ નથી
ટંકારા માં નવા ઝાપાં પાસે અન્ડરબ્રિજ બનાવવાની માંગણી સરપંચ નીશાબેન ત્રિવેદી દ્વારા કરાયેલ છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



