માનચેસ્ટર,તા.૧૯
વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ટિકિટોનું વેચાણ ૨૧ માર્ચથી શરૂ થશે. આ વખતે ક્રિકેટનું આ મહાકુંભ ઇંગ્લેન્ડમાં રમાશે. જાકે, સૌથી મોટી સમસ્યા એ છે કે ઇંગ્લેન્ડમાં સ્ટેડિયમ નાના છે. જેના કારણે ટિકિટોને લઇને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને, ભારત અને પાકિસ્તાનની મેચ માટે તો ટિકિટોની જબરદસ્ત ડિમાન્ડ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જૂને મેનચેસ્ટરના મેદાને મેચ રમાશે. અહીં સ્ટેડિયમની ક્ષમતા માત્ર ૨૫ હજાર લોકોની જ છે. પરંતુ આઇસીસી પાસે ચાર લાખથી વધુ લોકોએ ટિકિટ માટે અરજી કરી છે. ખાસ વાત એ છે કે, ફાઇનલ કરતાં પણ વધુ લોકો આ મેચ જાવા માગે છે.
આ વર્ષે વર્લ્ડ કપમાં વેચાણ માટે ૮ લાખ ટિકિટ રાખવામાં આવી છે, પરંતુ આના માટે ૩૦ લાખથી વધુ દાવેદાર છે. એટલે કે, મોટાભાગના ફેન્સને આ વખતે નિરાશા હાથ લાગશે. આઇસીસી પ્રમાણે, વહેલા તે પહેલાંના ધોરણે ટિકિટ આપવામાં આવશે. ટિકિટ ખરીદવાના હકદાર માત્ર એ લોકો જ હશે જેમણે ટિકિટ માટે પહેલાં અરજી કરી છે.
૩૦ મેથી વર્લ્ડ કપની શરૂઆત થશે. આ વખતે ૧૦ ટીમો મેદાને છે અને દરેક ટીમ એક-બીજા વિરુદ્ધ મેચ રમશે. ટીમોના હાલના ફોર્મને જાતાં કોઇપણ ટીમ અન્ય ટીમને હરાવી શકે તેમ છે. એટલે કે કોઇપણ ટીમ આ વખતે ચેÂમ્પયન બની શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




