જંબુસર જન સેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ માટે હોબાળો ; એક દિવસમાં બનતાં ફક્ત ૩૦ આધારકાર્ડ

0
67

જંબુસર:
જંબુસર જન સેવા કેન્દ્ર ખાતે શહેર અને તાલુકાની જનતા આધારકાર્ડની કામગીરી માટે મોટી સંખ્યામાં આવતી હોય છે. જનસેવા કેન્દ્ર ખાતે આધારકાર્ડ કામગીરી અર્થે એક ઓપરેટર હોય પ્રજાને ભારે મુશ્કેલી પડે છે અને ધરમ ધક્કા ખાવા પડે છે બીજા ઓપરેટર તથા કિટની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક બૂમ ઉઠવા પામી છે.
સરકાર દ્વારા દરેક જગ્યાએ આધારકાર્ડ ફરજિયાત બનાવવામાં આવી છે, સરકારી દરેક ઓફિસોમાં બેન્કોમાં આધારકાર્ડ લિંક ફરજિયાત કરવા માંગી છે જયારે જનતાને આધારકાર્ડની ડગલેને પગલે જરૂરિયાત હોય જેને લઇ દરેક વ્યક્તિ આધારકાર્ડ બનાવવા તથા સુધારો વધારો કરવાના અર્થે જંબુસર તાલુકાની જનતા જનસેવા કેન્દ્ર ખાતે આવતી હોય છે. જંબુસર તાલુકાના દૂર દૂર ગામડેથી પણ પોતાનો ધંધો રોજગાર છોડી ગરીબ જનતા આધારકાર્ડ બનાવવા સુધારો વધારો કરાવવા આવે છે ત્યારે તેમને દરરોજ ધરમ ધક્કા ખાવાનો વારો આવે છે પ્રજાનો કિંમતી સમય અને નાણાંનો વ્યય થતો હોય જન સેવા કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો હતો. જન સેવા કેન્દ્ર ખાતે આધારકાર્ડની કામગીરી માટે એક ઓપરેટર હોય છે કામમાં ઘણો વિલંબ થતો હોય છે જનસેવા કેન્દ્ર ખાતે એક દિવસમાં માત્ર ત્રીસ જેટલા આધારકાર્ડની કામગીરી કરવામાં આવે છે જેને લઈ તાલુકાના દૂર દૂરથી આધારકાર્ડની કામગીરી અર્થે આવતી જનતાની ધરમ ધક્કા ખાવા પડે છે અને પ્રજામાં એકબીજા સાથે ચણભણ થતી હોય છે જનસેવા કેન્દ્ર જંબુસરમાં બીજા ઓપરેટર તથા બીજી કિટની સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી જનતા જનાર્દન ની માંગ છે.
રિપોર્ટર: હારીન પટેલ, જંબુસર.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY