દેશની સર્વોચ્ય અદાલતના મુખ્ય ન્યાયાધીશ સન્માનિય જસ્ટિસ દીપક મિશ્રાજીએ ઉંમર થવાનો સમય આવે તે પહેલા કેટલાક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા. તેમણે ભારતની દંડ સંહિતાની કલમ-૩૭૭ રદ્દ કર્યા બાદ જે સંબંધો પર સમાજ ટકેલો છે તે વિવાહથી જાડાયેલી કલમ-૪૯૭ અને સીઆરસીસીની કલમ-૧૯૮-૧ અને ૧૯૮-૨ને પણ ગેરકાયદે માની. કોર્ટે પોતાના ઐતિહાસિક ફેંસલામાં કરી. ૧૫૮ વર્ષ જૂની કલમ ૪૯૭ને રદ્દ કરતા કહ્યું કે લગ્ન બહારના સંબંધો અપરાધ નથી. પરંતુ છૂટાછેડાની વ્યાજબી આધાર બની શકે છે. ફેંસલા ઉપર જુદી-જુદી પ્રતિક્રિયા આવે તે સ્વાભાવિક છે. લગ્નથી બહારના સંબંધો વ્યાભિચાર છે. જે હવે માનવામાં નહિ આવે. દિલ્હી મહિલા આયોગનું માનવું છે કે વ્યાભિચાર અપરાધ જ નથી તો મહિલાઓ પુરુષ વિરુદ્ધ ફરિયાદ કેવી રીતે કરશે. કેટલાયે પુરુષો બે અથવા ત્રણ લગ્ન કરી અગાઉથી પત્નિઓને છોડી દે તે પીડિત મહિલાઓ કોને ફરિયાદ કરશે? સવાલ અનેક છે જવાબ હાલની મોદી સરકાર પાસે છે.
મોદી સરકારે ભારતની મુસ્લિમ મહિલાઓ માટે તત્કાળ છૂટાછેડાની જાગવાઈ દૂર કરી સંસદમાં ત્રિપલ તલાક કાયદો પસાર ન થયો તો વટહુકમ બહાર પાડીને તુરંત અમલ પણ શરુ કરી દીધો. ત્રણ તલાકમાં મુસ્લિમ મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો હતો. કલમ-૪૯૭થી હિન્દુ મહિલાઓ અને હિન્દુ પુરુષ બંન્ને પીડિત છે. હિન્દુ સંસ્કૃતિ લગ્ન વિવાહ એક પવિત્ર બંધન જ નહી પરંતુ સમગ્ર પરિવારના મજબૂત મૂળિયા અને પાયો હોય છે. કલમ -૪૯૭ રદ્દ થવાથી †ી અથવા પુરુષ બને પોતાની મનમાની કરશે. બીજાની સાથે શારીરિક સંબૂંધમાં બનાવવામાં કોઈ રોક ટોક નહી. હા તલાકને માટે એક કારણ બની શકે છે. ભારત દેશ અમેરિકા અથવા યુરોપ જેટલો આધુનિક ખાસ કરીને લગ્નથી બહારના સંબંધોને માફ મેચ્યોર નથી. અદાલતે જે કહ્યું છે કે પત્નિ પતિની મિલકત નથી પણ ભારતના દૂરના અંતરિયાળ વિસ્તારોમાં વાતાવરણ અલગ છે. પતિને પોતાનું ભાગ્ય અને ભગવાન માનવામાં આવ્યા છે. હિન્દુ સંસ્કૃતિમાં. જીવન સાથી હોય છે બંન્ને જણ. અગ્નીની સાક્ષીમાં પ્રતિજ્ઞા લેવામાં આવે છે. એકબીજા સાથે બંધનમાં બાંધવા માટે અને વફાદારીની. કદાચ કોઈ વફાદાર ન રહે,વ્યભિચાર કરી રહ્યો છે તો શું પરિવાર સમાજ કોર્ટના ફેંસલાને અપનાવી લેશે?
મામલો એટલો સંગીન છે કે સુધારા સાથે કલમ-૪૯૭ને પુનઃયથાવત્ રાખવામાં ન આવે તો અનર્થ થઈ શકે છે. હિન્દુ હિતની વાત કરવાવાળા સંઘ પરિવારને આ કોર્ટ ચુકાદા પર કેમ કોઈ પ્રતિક્રિયા અત્યાર સુધી ન આપી? સંઘ શું માને છે. તેની પર પણ ખુલાસો થાય એવું નથી કે સુપ્રિમના ચુકાદાને પલટાવી ના શકાય. મોદી સરકાર ભારતની ધરોહર સમાન હિન્દુ સંસ્કૃતિ,હિન્દુ પરિવારોને તૂટતાથી બચાવવા માટે મહિલાઓને ન્યાય મળે એવા સુધારા સાથે કલમ-૪૯૭ને કાયમ રાખે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


