આનંદીબેનની છોકરીઓને સલાહ, વાળ કપાવશો તો સાસરીમાં ઘુસવા પણ નહી દે

0
15

ભોપાલ,તા.૨૮
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા આનંદીબેન પટેલ તેમના એક નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા છે. તેમણે આ ચર્ચાસ્પદ નિવેદન બદલ વિરોધનો સામનો કરવો પડી શકે છે. હાલમાં જ તેઓ મધ્યપ્રદેશના રાયગઢમાં સ્થિત કસ્તૂરબા ગર્લ્સ હોસ્ટેલની મુલાકાત લીધી હતી.
આયોજીત કાર્યક્રમને સંબોધતા તેમણે વિદ્યાર્થીનીઓને વાળ ન કપાવવાની અને ખાવાનું બનાવવાની સલાહ આપી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને સલાહ આપી કે છોકરીઓને દાળ બનાવતા નહી આવડે તો સાસરિયામાં ઝઘડાનું એ પહેલું કારણ બનશે અને તેમણે વાળ પણ ન કપાવા જાઇએ, નહી તો સાસરીમાં તેમને ઘુસવા પણ નહી દે.
આનંદીબેન પટેલે પોતાની વાતને આગળ ધપાવતાં જણાવ્યું કે લાંબા વાળ છોકરીઓનું ગૌરવ હોય છે આથી કોઇ પણ કિંમતે વાળ કપાવવા ન જાઇએ. આ સાથે તેમણે છોકરીઓને શાક સમારવા અને લોટ બાંધવાની સલાહ પણ આપી. તેમણે જણાવ્યું કે હોસ્ટેલમાં છોકરીઓએ સાથે મળીને જમવાનું બનાવવું જાઇએ, જેથી બીજા લોકો પણ આ કામ શીખી શકે.
આ પહેલી વાર નથી જ્યારે આનંદીબેન પટેલ કોઇ વિવાદમાં સપડાયા હોય આ પહેલા પણ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અવિવાહિત દર્શાવીને ચર્ચાનો વિષય બન્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY