પટના,તા.૨૮
બિહારના મુંગેરમાં પોલીસે ફરી એક વાર એકે-૪૭નો જથ્થો ઝડપી પાડ્યો છે. બરહદ ગામની સરહદે આવેલા એક કુવામાંથી પોલીસે એકસાથે ૧૨ જેટલી એકે-૪૭ રાઇફલો શોધી કાઢી છે.
સમગ્ર ઘટનાની માહિતી આપતા એસપી બાબૂ રામે જણાવ્યું હતું કે ૨૯ ઓગસ્ટે મોહમદ ઇમરાનને જમાલપુર પોલીસે ત્રણ એકે-૪૭ સાથે પડકર્યો હતો. જે પછી વિસ્તારમાં એકે-૪૭ રાઇફલોની તસ્કરી થવાની ભાળ મળી હતી.
દરોડામાં મોહમદ શમશેર અને ઇમરાનની બહેન રિઝવાનાની બરહદ ગામેથી પોલીસે ત્રણ એકે-૪૭ સાથે ધરપકડ કરી હતી. જબલપુર ઓર્ડિનેન્સ ડેપો તરફથી પણ ૬૦ થી ૭૦ એકે-૪૭ રાઇફલો મુંગેરમાં ઘુસાડવામાં આવી હોવાની માહિતી મળી હતી. જે પછી શમશેરના રિમાન્ડ લેતા આમના ખાતૂન, મોહમદ એજાજુલ, મોહમદ ભુટ્ટોના ઘરે બે-બે એકે-૪૭રાઇફલ સંતાડી હોવાની જાણકારી મળી હતી. મોહમદ એજાજુલના પુત્ર તૌફીક પાસેથી પણ એકે-૪૭, ઇન્સાસ, એસએલઆરની કારતૂસોથી ભરેલી બેગ મળી આવી હતી.
તૌફીકની ધરપકડ બાદ મુખ્ય સુત્રધાર તરીકે તેણે બરહદની સીમામાં આવેલા એક કુવામાં સંતાડેલી ૧૨ એકે-૪૭ રાઇફલોની માહિતી આપી હતી. ગુરૂવાર રાત્રે દરોડા પાડતા પોલીસે કુવામાંથી એકસાથે ૧૨ એકે-૪૭ રાઇફલો જપ્ત કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


