ગાંધીનગર,તા.૨૦
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે અંતર્ગત હવામાન વિભાગે ૨૦મી ઓગસ્ટના રોજ પાંચ દિવસ માટે વરસાદની આગાહી અને વોર્નિંગ આપી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત માટે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી.
સોમવારે સવારે છ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૨૧૨ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ આણંદના તારાપુરમાં ત્રણ ઇંચ જેટલો નોંધાયો છે. ત્યાર બાદ રાજકોટના કોટડાસાંગાણીમાં ૨.૫ ઇંચ, સાણંદમાં બે ઇંચ અને ભાવનગરના જેસરમાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. તેની સાથે જ મોસમનો કુલ વરસાદ ૬૩.૩૯ ટકા થયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો કચ્છમાં સૌથી ઓછો ૨૩.૭૭ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધારે ૮૨.૨૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
આગામી પાંચ દિવસની આગાહી અને વોર્નિંગ;
પ્રથમ દિવસઃ દમણ, દાદરાનગર હવેલી, દીવ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે.ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.
બીજા દિવસઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી. આ દિવસે અન્ય કોઈ વિસ્તારમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી.
ત્રીજા દિવસઃ દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.
ચોથો દિવસઃ સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ દિવસે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.
પાંચમો દિવસઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અન્ય કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની કોઈ આગાહી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



